શાસનના પાંચમા વર્ષે પ્રવેશમાં CM રૂપાણીએ ભાડભૂત યોજનાનો પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સફળ શાસનના ચાર વર્ષ પૂરા થયા છે, અને પાંચમા વર્ષમાં પ્રવેશ થયો છે. ત્યારે આ પ્રસંગે ગુજરાતમાં 5300 કરોડની બહુહેતુક ભાડભૂત યોજનાનો પ્રારંભ કરાવાયો છે. ભરૂચના ભાડભૂત ખાતે રૂપિયા 5300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભાડભૂત બેરેજ યોજનાના કાર્યનું ખાતમુર્હત કરાયું છે. ગાંધીનગર ખાતેથી સીએમ વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સમાં માધ્યમથી ઈ ખાતર્મુહૂત કર્યું હતું. રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલની હાજરીમાં ભાડભુત ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
ઝી મીડિયા/બ્યૂરો :મુખ્યમંત્રી વિજય રૂપાણીના સફળ શાસનના ચાર વર્ષ પૂરા થયા છે, અને પાંચમા વર્ષમાં પ્રવેશ થયો છે. ત્યારે આ પ્રસંગે ગુજરાતમાં 5300 કરોડની બહુહેતુક ભાડભૂત યોજનાનો પ્રારંભ કરાવાયો છે. ભરૂચના ભાડભૂત ખાતે રૂપિયા 5300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભાડભૂત બેરેજ યોજનાના કાર્યનું ખાતમુર્હત કરાયું છે. ગાંધીનગર ખાતેથી સીએમ વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સમાં માધ્યમથી ઈ ખાતર્મુહૂત કર્યું હતું. રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલની હાજરીમાં ભાડભુત ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
વાઈબ્રન્ટ ગુજરાત 2021ના આયોજનને લઈને CM રૂપાણીનું મહત્વનું નિવેદન
જળ આત્મનિર્ભર અને વોટર સરપ્લસ સ્ટેટ માટે આધુનિક તકનીક સાથે આ યોજના વર્લ્ડ ક્લાસ આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ગુજરાતને વિશ્વના વોટર પ્રોજેક્ટ નકશે પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, નર્મદાના કિનારે વસેલા ભરૂચ અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં આ ભાડભૂત યોજના મીઠા પાણી પહોચાડવા સાથે ખારાશ આગળ વધતી અટકાવવા અને સિંચાઇ તેમજ ઉદ્યોગોને પણ પૂરતું પાણી આપવામાં ઉપકારક બનવાની છે.
રાજકોટમાં કોરોનાનો રાઈઝિંગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે : જયંતિ રવિ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર