પ્રત્યેક સરપંચ મારું ગામ કોરોના મુક્ત ગામનો સંકલ્પ કરેઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી
વિજય રૂપાણીએ સરપંચોને પ્રેરણા આપતા કહ્યું કે દરેક સરપંચ પોતાના ગામમાં સંકલ્પ કરાવે કે હરેક વ્યક્તિ બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે વારંવાર સાબુથી હાથ ધોવે તેમજ એક બીજા થી દો ગજ કી દુરી રાખી સંક્રમણથી બચે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત ગૌરવ દિવસનો પ્રારંભ આદિજાતિ બાહુલ્ય વિસ્તાર પંચમહાલના ગામોના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સ સંવાદથી કર્યો હતો.
મુખ્યમંત્રીએ વર્તમાન કોરોના વાયરસનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં અટકાવવા દરેક સરપંચ મારું ગામ કોરોના મુક્ત ગામ એવો સહિયારો સંકલ્પ કરે તેવું આહ્વાન કર્યું છે.
તેમણે આ સંદર્ભમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એ જે અભિગમ અપનાવ્યો છે અને ગામના પ્રવેશ દ્વાર પર ચોકીઓ શરૂ કરી છે અને ગામમાં આવનારા તથા બહાર જનારા સૌ નું મૂવમેન્ટ રજીસ્ટર રાખવામાં આવે છે તેને અન્ય ગામો અનુસરે તેવી અપીલ કરી હતી.
વિજય રૂપાણીએ સરપંચોને પ્રેરણા આપતા કહ્યું કે દરેક સરપંચ પોતાના ગામમાં સંકલ્પ કરાવે કે હરેક વ્યક્તિ બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે વારંવાર સાબુથી હાથ ધોવે તેમજ એક બીજા થી દો ગજ કી દુરી રાખી સંક્રમણથી બચે.
કોરોના વાયરસઃ કેન્દ્ર સરકારે ગુજરાતના આ 9 જિલ્લાને રાખ્યા રેડ ઝોનમાં
વિજય ભાઈ રૂપાણીએ કોરોના વાયરસ જીવલેણ નથી એટલે એનાથી ડરવાની નહિ એની સામે લડવાની સજજતા કેળવવા અનુરોધ કર્યો હતો.
તેમણે આ વાયરસના સંક્રમણનું જોખમ ખાસ કરીને વૃદ્ધો ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓ માં વિશેષ હોય છે એટલે આવા વડીલોની ખાસ કાળજી લેવા અને ઘર બહાર ન નીકળે તેની પણ તાકીદ કરી હતી.
પ્રસૂતા બહેનો અને સગર્ભા માતાઓની આરોગ્ય કાળજી માટે પણ મુખ્યમંત્રીએ સૂચવ્યું હતું.
મુખ્યમંત્રીએ ગામમાં લોકોમાં રોગ પ્રતિકારક શકિત વધારતા ઉકાળા વિતરણ કરવા તેમજ હાલની સ્થિતિમાં મેળાવડાઓ ધાર્મિક કાર્યક્રમો ના યોજાય કે વધુ લોકો ભેગા ન થાય તેની પણ કાળજી લેવા અનુરોધ કર્યો હતો.
તો સીએમે કહ્યું કે, તમામ લોકો અફવાઓથી દૂર રહે.
મુખ્યમંત્રીએ કોરોના વાયરસને કારણે લોક ડાઉનની સ્થિતિમાં રાજ્યના ગરીબ અંત્યોદય NFSA અને મધ્યમ વર્ગીય પરિવારોને એપ્રિલ માસમાં વિના મૂલ્યે અનાજ વિતરણ બાદ હવે ગુજરાત સ્થાપના દિવસની ભેટ રૂપે મે મહિના માટે પણ મધ્યમ વર્ગીય એ.પી એલ 1 61 લાખ પરિવારોને ફરી વાર વિના મૂલ્યે અનાજ વિતરણ આગામી 7મી મે થી થવાનું છે તેની વિગતો ગ્રામીણ સરપંચોને આપી હતી.
ગુજરાત સ્થાપના દિવસઃ જાણો શું છે ખાંભી સત્યાગ્રહ અને તેનું મહત્વ
મુખ્યમંત્રીએ ગામોમાં મનરેગાના કામો અને સુજલામ સુફલામના કામો શરુ કરી લોકોને રોજગારી મળે તેમજ આગામી ચોમાસા પહેલા તળાવ ચેક ડેમ ઊંડા કરી જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે પણ સરપંચોને માર્ગદર્શન આપ્યું હતું.
ચાંચપુરા વગેરે ગામોના સરપંચો પાસેથી તેમના ગામોની કોરોના સામેની લડાઇમાં ગામમાં સેનીટાઇઝેશન માસ્ક વિતરણ લોક ડાઉનનું પાલન ગામોમાં અવરજવર નું રજીસ્ટર નિભાવણીની વિગતો મેળવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર