અંબાજી: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વહેલી સવારે આદ્યશકિત માં અંબાજીના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન 3 મહિના લોકડાઉનની સ્થિતિ બાદ ગઈકાલે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પહિંદ વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચીને આજે સવારે જગદંબા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ લોક ડાઉનની સ્થિતિ બાદ પ્રથમવાર અમદાવાદ ગાંધીનગર બહારના તેમના પ્રવાસની શરૂઆતમાં આદ્યશકિત જગત જનનીના દર્શન અર્ચનથી કરી છે. તેમણે આદ્યશકિતમાં અંબાજી સમગ્ર માનવ જાતને કોરોનાના આ સંકટમાંથી સલામત પાર ઉતારે તેવી મનોકનાઓ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીમાં આદ્યશક્તિના દર્શન પૂજન બાદ હવે જરૂરિયાત મુજબ પોતાના અન્ય પ્રવાસ પણ કરશે.


મંગળવારે કરી હતી પહિંદ વિધિ
મંગળવારે રથને પ્રસ્થાન કરાવતા પહેલા સીએમ વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી હતી, અમદાવાદથી જે રથયાત્રા નીકળે છે તેમાં છેલ્લા 29 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી.


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube