રૂપાણી સરકારે લોકડાઉનમાં ખેડૂતોને આપી મોટી છૂટ
લોકડાઉન વચ્ચે રાજ્યમાં છૂટછાટ અંગે સીએમઓના સચિવ અશ્વિની કુમારે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યની સરકારે ખેડૂતોની લોકડાઉનમાં મોટી છૂટ આપી છે. ખેડૂતોને પોતાના ખેતરમાં બોર કરવા માટે કોઈ પણ જાતની અવરજવરની છૂટ આપી છે.
હિતલ પારેખ/ગાંધીનગર :લોકડાઉન વચ્ચે રાજ્યમાં છૂટછાટ અંગે સીએમઓના સચિવ અશ્વિની કુમારે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યની સરકારે ખેડૂતોની લોકડાઉનમાં મોટી છૂટ આપી છે. ખેડૂતોને પોતાના ખેતરમાં બોર કરવા માટે કોઈ પણ જાતની અવરજવરની છૂટ આપી છે. સમગ્ર રાજ્યમાં બોરવેલવાળી ગાડીઓની અવરજવર માત્ર તેમના ડ્રાઈવિંગ લાઈસન્સના આધારે થશે. તેમાં કોઈ પણ વહીવટી તંત્ર, જિલ્લા કે તાલુકા કક્ષાએથી પાસ કરાવવાના રહેશે નહિ. રાજ્યના ખેડૂતોને પિયતની સગવડ મળી રહે છે તે માટે ખેડૂત પોતાના ખેતરમાં બોર કરાવવા માંગતા હોય તો કરી શકશે. કોઈ પણ જાતના પ્રાવધાન વગર અવરજવરની છૂટ અપાઈ છે.