લોકડાઉનમાં હાઈવે પરના પેટ્રોલપંપોને સમયમર્યાદામાંથી મુક્તિ અપાઈ : અશ્વિની કુમાર
લોકડાઉનના ચોથા તબક્કામાં અનેક છૂટછાટ આપવામાં આવી છે. આ કારણે તમામ જગ્યાઓએ નવો માહોલ જોવા મળ્યો છે. મોટાભાગના લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે. નવી જીવનશૈલીને લોકો જવાબદારીથી અપનાવી રહ્યાં છે. પહેલા દિવસે થોડા ઘણા દ્રશ્યો ભીડના જોવા મળ્યા હતા, તેમાં સુધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લોકોની લાગણી, અપેક્ષા મુજબ છૂટછાટ આપવા તત્પર અને તૈયાર છે. ગઈકાલે એવી જાહેરાત કરાઈ હતી કે, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સાથે જોડાયેલા દુકાનોને ઓડ ઈવન ફોરમ્યુલા લાગુ પડશે નહિ. જીવનજરૂરિયાતની દુકાનો રોજ પ્રતિદિન ચાલુ રાખી શકાશે. પેટ્રોલ પંપ સવારે 8 સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ પેટ્રોલપંપ અંગે રજૂઆત થઈ હતી જેનાબાદ આ સમયમર્યાદા અંગે ચેન્જ કરાયો છે. હાઈવે પર પેટ્રોલ પંપ આવતા હોય તેને આ સમય મર્યાદામાંથી મુક્તિ મળશે, તેઓ વધુ સમય સુધી હાઈવે પર પેટ્રોલ પંપ અને જરૂર પડે તો 24 કલાક ચાલુ રાખી શકાશે.
ઝી મીડિયા/બ્યૂરો :લોકડાઉનના ચોથા તબક્કામાં અનેક છૂટછાટ આપવામાં આવી છે. આ કારણે તમામ જગ્યાઓએ નવો માહોલ જોવા મળ્યો છે. મોટાભાગના લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે. નવી જીવનશૈલીને લોકો જવાબદારીથી અપનાવી રહ્યાં છે. પહેલા દિવસે થોડા ઘણા દ્રશ્યો ભીડના જોવા મળ્યા હતા, તેમાં સુધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લોકોની લાગણી, અપેક્ષા મુજબ છૂટછાટ આપવા તત્પર અને તૈયાર છે. ગઈકાલે એવી જાહેરાત કરાઈ હતી કે, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સાથે જોડાયેલા દુકાનોને ઓડ ઈવન ફોરમ્યુલા લાગુ પડશે નહિ. જીવનજરૂરિયાતની દુકાનો રોજ પ્રતિદિન ચાલુ રાખી શકાશે. પેટ્રોલ પંપ સવારે 8 સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ પેટ્રોલપંપ અંગે રજૂઆત થઈ હતી જેનાબાદ આ સમયમર્યાદા અંગે ચેન્જ કરાયો છે. હાઈવે પર પેટ્રોલ પંપ આવતા હોય તેને આ સમય મર્યાદામાંથી મુક્તિ મળશે, તેઓ વધુ સમય સુધી હાઈવે પર પેટ્રોલ પંપ અને જરૂર પડે તો 24 કલાક ચાલુ રાખી શકાશે.
2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો સરકારે કરેલા આ ખુલાસા વિશે પણ જાણી લેજો
તેમણે જણાવ્યું કે, લોકડાઉને કારણે દેશભરમાં ફસાયેલા પરપ્રાંતિયોઓને પોતાના વતનમાં મોકલવા મામલે ગુજરાત હાલ નંબર વન છે. સૌથી વધુ ટ્રેનો ગુજરાતમાંથી દોડાવવામાં આવી છે. ગુજરાતમાંથી 2 મેના રોજ 2 ટ્રેન ચલાવવામાં આવી હતી. જેના બાદ ગઈકાલ રાત સુધી કુલ 699 ટ્રેન શ્રમિકો માટે ગુજરાતમાંથી રવાના કરાઈ છે. કુલ 31 લાખ શ્રમિકોને દેશભરમાંથી એક રાજ્યમંથી બીજા રાજ્યમાં મોકલાયા છે. આ 31 લાખ શ્રમિકોમાંથી 10 લાખ 15 હજાર એટલે કે એક તૃતિયાંશ શ્રમિકો માત્ર ગુજરાતમાંથી મોકલાયા છે. 21 સુધી 699 ટ્રેન અલગ અલગ રાજ્યોમાં રવાના કરાયેલી ટ્રેનમાં તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર