વાવાઝોડા મામલે CMનું મહત્વપૂર્ણ નિવેદન, કહ્યું; `આ વાવાઝોડું ગુજરાત તરફ આવ્યું છે અને આવે તો...`
છોટા ઉદેપુરના બોડેલી ખાતે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તેમજ અન્ય સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં ભાજપની વિશાળ જનસભા યોજાઈ હતી.
ઝી બ્યુરો/બોડેલી: છોટા ઉદેપુરના બોડેલી ખાતે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું. જેમાં નરેન્દ્ર મોડી સરકારની 9 વર્ષની સિદ્ધિઓ જનજન સુધી પહોંચે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
વાવાઝોડાને લઈ CM ભુપેન્દ્ર પટેલે કયા મંત્રીને કયા જિલ્લાની સોંપી જવાબદારી, જુઓ લિસ્ટ
છોટા ઉદેપુરના બોડેલી ખાતે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તેમજ અન્ય સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં ભાજપની વિશાળ જનસભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ભુપેન્દ્ર પટેલે પોતાના ભાષણની શરૂઆતમાં હાલમાં ગુજરાત ઉપર મંડરાઇ રહેલ બિપરજોય વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકવાની વાત કરતા જણાવ્યું કે, આ વાવાઝોડું ગુજરાત તરફ આવ્યું છે અને આવે તો નુકસાન ઓછું થાય તેવી પ્રાર્થના કરવા સભામાં હાજર લોકોને અપીલ કરી હતી.
ગુજરાત પર 15 તારીખે બપોરે કાળ બનીને અહીં ત્રાટકશે વાવાઝોડું! આ વિસ્તારો પર મોટો ખતરો
વક્તવ્યમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂરા થતા મોદી સરકારની તમામ સિદ્ધિઓ અને યોજનાઓની વાત જનજન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. ભુપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને મોદી ઇઝ ધ બોસ એવું કહ્યું જેને લઈને દુનિયામાં ભારતનું ગૌરવ વધારવાનું કામ મોદી સરકારે કર્યું છે.
500 કિ.મીનો ઘેરાવો અને 50 કિ.મીની આંખ સાથે ગુજરાતના આ વિસ્તારોમાં ત્રાટકશે વાવાઝોડું
આ કાર્યક્રમમાં કેન્દ્રના ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ બાદ મીડિયા સમક્ષ વાત કરતા છોટા ઉદેપુર જીલ્લામાં 27 ગામોમાં નેટવર્ક નથી તે આગામી ટૂંક સમયમાં જ થઈ જશે તેવી વાત જણાવી છે. વધુમાં આપને જે ટેકનોલોજી વિકસાવી છે. તે 6જીનું રીવોલ્યુશન આવશે ત્યારે આખા વિશ્વને લીડ ભારત કરશે તેવી ટેકનોલોજી અમે વિકસાવી રહ્યા છે.