ગુજરાત પર 15 તારીખે બપોરે 'કાળ' બનીને અહીં ત્રાટકશે વાવાઝોડું! આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Biparjoy Cyclone:  સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટમાં બીપોરજોય વાવાઝોડું ટકરાશે. ગુજરાતમાં જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે તેની સ્પીડ 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 14 અને 15 તારીખે કચ્છ , મોરબી , દ્વારકા , રાજકોટ, જામનગર , પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 

ગુજરાત પર 15 તારીખે બપોરે 'કાળ' બનીને અહીં ત્રાટકશે વાવાઝોડું! આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Biparjoy Cyclone:  હાલ બીપોરજોય વાવાઝોડુ એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનમાં પરાવર્તિત થયું છે. બીપોરજોય વાવાઝોડું એક્સ્ટ્રીમ વેરી સિવિયર સાયક્લોન બની ચૂક્યું છે અને ગુજરાતમાં 15 તારીખે બીપોરજોય વાવાઝોડું ત્રાટકશે. જેના કારણે ગુજરાતના કચ્છ, દ્વારકા, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાઉતે વાવાઝોડા જેવું જ બીપોરજોય વાવાઝોડું ગુજરાત પર ત્રાટકી શકે છે અને ભારે તબાહી મચાવી શકે છે.

ગુજરાતના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીનું વાવાઝોડા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટમાં બીપોરજોય વાવાઝોડું ટકરાશે. ગુજરાતમાં જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે તેની સ્પીડ 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 14 અને 15 તારીખે કચ્છ , મોરબી , દ્વારકા , રાજકોટ, જામનગર , પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 

એટલું જ નહીં, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે. અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે. જેથી રાજ્યના નાગરિકોને ઝાડની નીચે ન ઉભુ રહેવા તંત્રએ અપીલ કરી છે. ગુજરાતમાં વાવાઝોડું જ્યારે ત્રાટકશે ત્યારે વેરી સિવિયર સાયક્લોન બનશે. 14 તારીખ બાદ સૌરાષ્ટ્ર કોસ્ટ અને કરાચી વચ્ચે વાવાઝોડું ટકરાશે. 

હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.  

  • 12 અને 13 જૂને ભારે વરસાદની શક્યતા  
  • 12 જૂને અમદાવાદ, વડોદરા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ડાંગ, જૂનાગઢ દિવમાં વરસાદ ખાબકી શકે છે. 
  • 13 જૂને નવસારી, વલસાડ, સુરત, અમરેલી, ભાવનગર, દ્વારકા, સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદની આગાહી છે. 
  • 14 જૂને દમણ, દાદરનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ સહીત સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને કચ્છમાં વરસાદની આગાહી છે. 
  • 15 જૂને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે.  

ભારતની આ જગ્યાનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી, અહીં ગયા પછી પરત આવવું અશક્ય

5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી 
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આ વાવાઝોડાની સંભવિત અસર તરીકે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના  છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમાં એક્ટિવિટીની અસર પણ રહેશે, જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news