ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી અષાઢી બીજ તા.૧ લી જુલાઇએ અમદાવાદમાં યોજાનારી ૧૪પ મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યભરમાં યોજાનારી રથયાત્રા સલામત, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પોલીસતંત્રની સતર્કતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. રાજ્યના ૪ મહાનગરોના પોલીસ કમિશનરો તથા તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકો સાથે આ સંદર્ભમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી સહભાગી થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

250 વર્ષથી નિકળતી અમદાવાદ કરતા પણ જુની રથયાત્રામાં ભગવાન બહેન-ભાઇ વગર નિકળે છે નગરચર્યાએ!


મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા તથા અધિક પોલીસ મહાનિદેશકઓ અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. મુખ્યમંત્રીએ પોલીસ તંત્ર અને જિલ્લા-નગરોના વહિવટી તંત્રો દ્વારા હાથ ધરવામાં આવેલા સુરક્ષા, કાયદો વ્યવસ્થાની જાળવણી, રથયાત્રામાં જોડાનારા ભાવિકોને પાણી-ભોજન-પ્રસાદની સગવડ વગેરે અંગે ઝિણવટપૂર્વક વિગતો મેળવી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોના સંક્રમણના કારણે ગત વર્ષે આ યાત્રા મર્યાદિતપણે યોજાઇ હતી પરંતુ આ વર્ષની રથયાત્રા જનસહયોગથી ઉમંગ-ઉત્સવના વાતાવરણમાં યોજાય અને તેમાં કોઇ જ અનિચ્છનીય ઘટના કે બનાવ ન બને તે માટે સંબંધિત તંત્ર સંપૂર્ણ સતર્ક અને સચેત છે.


GUJARAT CORONA UPDATE: CM ભુપેન્દ્ર પટેલ સહિત નવા 529 કેસ, 408 દર્દી સાજા થયા


ગુજરાતમાં કોમી એખલાસ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં પાછલા બે દશકથી આ પરંપરાગત જગન્નાથ રથયાત્રા યોજાય છે તે આ વર્ષે પણ એ જ ઉલ્લાસ-ઉમંગ સૌહાર્દથી પાર પડે તે માટે તેમણે ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સ બેઠકમાં માર્ગદર્શન આપીને જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રી તાજેતરમાં પડોશી રાજ્યમાં બનેલી ઘટનાઓના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં પણ કાયદો વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતી જળવાઇ રહે તેની સતર્કતા માટે પણ સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યભરમાં લાખો નાગરિકોની શ્રદ્ધા-આસ્થા ભક્તિ આ પરંપરાગત રથયાત્રા સાથે જોડાયેલા છે અને દરવર્ષે સૌ સંવાદિતાથી યાત્રામાં સહભાગી થાય છે.


ઉત્તર ગુજરાતના ખેડૂતોને ફાયદો, મેઘરાજા નહી તો સરકાર આપશે પાણી


ગુજરાતની શાંત-સલામત-સુરક્ષિત રાજ્યની આ છબિને વધુ સુદ્રઢ અને સંગીન કરવા આ વર્ષની જગન્નાથ રથયાત્રા વધુ પ્રેરણારૂપ બને તે માટે પણ મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વર્ષની રથયાત્રામાં રપ હજારથી વધુ પોલીસ અને સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં જોડાવાના છે તેની વિગતો આપી હતી. રથયાત્રાના રૂટ ઉપર રિયલ ટાઇમ મોનિટરીંગ, ડ્રોનના ઉપયોગથી સમગ્ર રથયાત્રા પર નિગરાની જેવા ટેક્નોલોજીયુકત સુરક્ષા ઉપાયો પણ આ વર્ષની રથયાત્રામાં જોડવામાં આવ્યા છે તેની પણ મુખ્યમંત્રીએ તલસ્પર્શી માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધા-આસ્થા સાથે વ્યવસ્થાના સુભગ સમન્વયથી આ વર્ષની રથયાત્રા સમગ્ર રાજ્યમાં એખલાસ-ઉલ્લાસ અને ઉમંગના વાતાવરણમાં જનસહયોગથી સાકાર થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube