ગાંધીનગર : ગુજરાતમાં સરકાર બદલાવાની સાથે જ વહીવટી તંત્રમાં પણ મોટી ઉથલપાથલના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગાંધીનગર પાલિકાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા એક જ જગ્યાએ ત્રણ વર્ષ કે તેથી વધારે રહેલા ક્લાસ-3થી માંડીને ક્લાસ-1 સુધીના અધિકારીઓની બદલીની તૈયારીઓ કરી દેવાઇ છે. આવા કર્મચારીઓની યાદી તૈયાર કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ટુંક જ સમયમાં સમગ્ર રાજ્યનાં વહીવટી માળખામાં મોટા પાયે પરિવર્તનની શક્યતાઓ છે. અત્રે નોંધનીય છે કે, બાબુશાહીની ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુના ગીતોના શોખીન ઘરફોડ ચોરે 5000 ગીતો ભરેલો રેડીયો ચોરવા આખુ શહેર રમણ ભમણ કર્યું


રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે હાલમાં જ પરિપત્ર બહાર પાડીને રાજ્ય સરકારના તમામ વિભાગોના ઉચ્ચ સેક્રેટરી કક્ષાના અધિકારીઓ અને તેમના વિભાગોમાં પરિવર્તન કર્યું હતું. એડિશનલ ચીફ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્ર્રેટરી અને સચિવ તથા તેમના વિભાગોમાં આ પ્રકારના અધિકારીઓની યાદી તૈયાર કરવા માટે જણાવાયું છે. તેમના પદ અને નોકરીના સ્થળ ઉપરાંત સર્વિસ રેકોર્ડનો ટુંકો બાયોડેટા પણ સાથે તૈયાર રાખવા માટે જણાવવામાં આવ્યું છે. 


હિંમતનગરમાં પોલીસ અને CBI અધિકારીઓ વચ્ચે પકડા પકડી, જ્યારે ઝડપાયા ત્યારે ખુલ્યું મોટુ રહસ્ય


આ મુદ્દે સંબંધિત વિભાગની નોધના આધારે સામાન્ય વહીવટી વિભાગ રિમાર્ક આપશે અને ત્યાર બાદ અધિકારીની બદલી કેવા સ્થળે કરવી તે નિર્ણય કરવામાં આવશે. જો નેગેટિવ રિમાર્ક હશે તો અધિકારીની બદલી એવા સ્થળે કરી નાખવામાં આવશે કે તે સીધી રીતે ક્યારે પણ લોક સંપર્કમાં આવી ન શકે. વહીવટી તંત્રમાં અધિકારીઓના સ્થાપિત હીતો મોટા હોવાની ફરિયાદ બાદ મુખ્યમંત્રીએ પોતે આ આદેશ આપ્યો હતો અને સમગ્ર પ્રક્રિયા પર મુખ્યમંત્રી પોતે જ નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીનો સ્પષ્ટ આદેશ છે કે, તમામ મંત્રીઓ પણ કોઇ ચોક્કસ અધિકારીઓનો આગ્રહ ન રાખે તે ખુબ જ જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube