જુના ગીતોના શોખીન ઘરફોડ ચોરે 5000 ગીતો ભરેલો રેડીયો ચોરવા આખુ શહેર રમણ ભમણ કર્યું
રાત્રીના સમયે બંધ દુકાનોને ટાર્ગેટ કરતી એક ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે. આરોપીએ એક જ અઠવાડીયામાં 5 ગુનાને અંજામ આપ્યો હતો. આરોપી પાસેથી પોલીસે ચોરીમાં ગયેલા મુદ્દામાલને પણ કબ્જે કર્યો છે. જોકે આરોપી ચોરીનો મુદ્દામાલ ક્યાં વેચતા હતા તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ આરોપીની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : રાત્રીના સમયે બંધ દુકાનોને ટાર્ગેટ કરતી એક ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે. આરોપીએ એક જ અઠવાડીયામાં 5 ગુનાને અંજામ આપ્યો હતો. આરોપી પાસેથી પોલીસે ચોરીમાં ગયેલા મુદ્દામાલને પણ કબ્જે કર્યો છે. જોકે આરોપી ચોરીનો મુદ્દામાલ ક્યાં વેચતા હતા તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ આરોપીની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ ઝોન 7 LCB દ્વારા શહેરમાં રાત્રીના અંધારામાં ચોરીને અંજામ આપતી ગેંગને ઝડપી લેવામાં આવી છે. આરોપી વિશાલ ઉર્ફે મોન્ટુ પરમાર, જીતેન્દ્ર ઉર્ફે જીગો મીણા, વિષ્ણુપ્રસાદ ઉર્ફે બંગાળી પંડિત અને અજય સોલંકીની એલિસબ્રિજ વિસ્તારમાંથી ઝડ઼પી પાડ્યા છે. આરોપીએ છેલ્લા એક અઠવાડીયામાં આનંદનગર, એલિસબ્રિજ, પાલડી અને બોપલમાં મળી કુલ 5 ગુનાને અંજામ આપ્યો હતો. ચોરીના ગુનામા ઝડપાયેલી આ ગેંગ અગાઉ 18 જેટલા ગુનાને અંજામ આપી ચુકી હોવીનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.
આરોપીની ગેંગમા એક રિક્ષા ડ્રાઈવર રહેતો. જે ચોરીના સ્થળની આસપાસ રેકી કરતો. જેથી પોલીસ કે કોઈ અન્ય લોકો આવે તો ભાગી જવામાં મદદ કરતો હતો. મહત્વનુ છે કે, તમામ આરોપી દારુ - જુગાર અને નશાની ટેવ વાળા છે. માટે નશાનો શોખ પુરો કરવા માટે ચોરીના રવાડે ચડ્યા હોવાનુ સામે આવ્યુ છે. મહત્વનુ છે કે, આરોપી પાસેથી પોલીસે ચોરીનો કેટલોક મુદ્દામાલ કબ્જે પણ કર્યો છે. સાથે જ અન્ય મુદ્દામાલ ક્યા અને કોને વેચ્યો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આરોપીની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે