કેતન બગડા, અમરેલીઃ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના પ્રવાસે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે અમરેલી જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિતના નેતાઓ સાથે ટિફિન બેઠક યોજવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે શરૂ કરી ચૂંટણીની તૈયારી
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપે કમરકસી લીધી છે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે આજે અમરેલીના તુલસી પાર્ટી પ્લોટ ખાતે ભાજપની ટિફિન બેઠી યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અમરેલી જિલ્લાના પૂર્વ ધારાસભ્યો તેમજ અમરેલી જિલ્લાના પ્રભારી આર.સી મકવાણા અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ કૌશિક વેકરીયા અને અમરેલી જિલ્લાના તમામ ભાજપના હોદ્દેદારો આ ટિફિન બેઠકમાં હાજર રહ્યા હતા. 


આ પણ વાંચોઃ વિધાનસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા લોન્ચ કરશે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી, બાપુ કરશે જાહેરાત


આ ટિફિન બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ ટિફિન બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ભાજપના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ નહીં થયેલા કામોના પ્રશ્નોની વણઝાર રજૂ કરી હતી. જેમાં ખાસ કરીને સાવરકુંડલાનો જીઆઇડીસીનો પ્રશ્ન, શિયાળબેટ પાણીનો પ્રશ્ન તેમજ ખેડૂતોની જમીન માપણી અને ખરાઈના દાખલા,  વાવાઝોડામાં હજુ સુધી બે લોકોને મૃત્યુ સહાય નથી મળી, બે વર્ષ પહેલા જ નવા બનાવેલ રસ્તાઓ તૂટી ગયા છે. આવા અનેક પ્રશ્નો મુખ્યમંત્રીને જણાવ્યા હતા. 


ટિફિન બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિલીપભાઈ સંઘાણી અમરેલી કાછડીયા અમરેલી જિલ્લાના પ્રભારી આર સી મકવાણા તેમજ ભરતભાઈ બોઘરા સાથે ભોજન લીધું હતું. ત્યારબાદ મીડિયા દ્વારા ગઈકાલે બે મંત્રીઓ પાસેથી ખાતા શા માટે પરત લેવામાં આવ્યા તે પ્રશ્ન પૂછતા મુખ્યમંત્રીએ હાથ જોડીને કોઈ જવાબ નહોતો આપ્યો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube