વિધાનસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા લોન્ચ કરશે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી, બાપુ કરશે જાહેરાત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સક્રિય થવાના છે. ચૂંટણી પહેલા તેઓ પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરશે. 

વિધાનસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા લોન્ચ કરશે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી, બાપુ કરશે જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એટલે કે ચૂંટણીમાં હવે ગણતરીના મહિના બાકી રહ્યાં છે. રાજ્યમાં તમામ પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી બનાવવાના છે. થોડા દિવસમાં શંકરસિંહ વાઘેલા આ નવી પાર્ટીની જાહેરાત કરશે. 

શંકરસિંહ વાઘેલા કરશે જાહેરાત
પ્રાપ્ત વિગત અનુસાર રાજ્યમાં ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એક નવી પાર્ટી લોન્ચ કરશે. શંકરસિંહ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને આવશે. શંકરસિંહ વાઘેલા ખુબ આ અંગે જાહેરાત કરશે. નોંધનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ શંકરસિંહે જન વિકલ્પના નામે પાર્ટી ઉભી કરી હતી. 

આ હશે પાર્ટીના મુદ્દાઓ
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુકાબલો થવાનો છે. હવે બાપુની નવી પાર્ટીની જાહેરાત બાદ વિધાનસભા ચૂંટણીમાં ચાર પાર્ટીઓ વચ્ચે જંગ જોવા મળશે. શંકરસિંહની પાર્ટીના મુદ્દા પણ જાહેર થયા છે. તે પ્રમાણે વાર્ષિક 12 લાખ સુધીની આવક ઘરાવતા પરિવારને વાર્ષિક 12 લાખનું આરોગ્ય કવચ મળશે. 12 લાખ સુધીની આવક ધરાવતા પરિવારના બાળકોને ગ્રેજ્યુએશન સુધી વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવશે. તો બેરોજગાર યુવાનોને રોજગાર અને બેરોજગારી ભથ્થાની પણ જાહેરાત કરવામાં આવશે. 

સુબ્રમણ્યમ સ્વામીએ શંકરસિંહ સાથે કરી મુલાકાત
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ સાથે મુલાકાત કરી છે. સ્વામીએ ટ્વીટ કરીને કહ્યુ કે, મારા જનસંઘના જૂના મિત્ર શંકરસિંહ વાઘેલા સાથે આજે મુલાકાત કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, 'આજે મેં જનસંઘના જૂના મિત્ર, પૂર્વ ધારાસભ્ય, સંસદ સભ્ય, કેન્દ્રીય મંત્રી અને જનસંઘના જનરલ સેક્રેટરી રહેલા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી. ભાજપ અને કોંગ્રેસ સાથે મતભેદ બાદ તેમની પોતાની પાર્ટી છે. પરંતુ તેઓ જ્યારે જનસંઘમાં હતા ત્યારે ખુબ સારા મિત્ર હતા. ઘણા વર્ષો પછી તેમની સાથે બેઠક કરી છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news