ઝી બ્યુરો/ગાંધીનગર: વર્ષ 2017 થી CNG ગેસ પંપના સંચાલકો ગેસના ભાવ વધારા થયા પણ તેમના કમિશનમાં વધારો ન થતા સરકાર અને ગેસ કંપની પાસે કમિશન વધારાની મુખ્ય માંગ કરી રહ્યા છે. પરંતુ વર્ષો વિતવા છતા cng ગેસ કંપની દ્વારા કમિશનમાં વધારો ન થતા ગત દિવસોમાં 24 કલાકની પ્રતીકાત્મક હડતાળ પાડી CNG ગેસ પંપના સંચાલકોએ સરકાર અને કંપનીને હડતાળની શું અસર થશેનો અણસાર આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લે મળતી માહિતી પ્રમાણે, કમિશન વધારાની માંગ સાથે હડતાળ પર જનારા CNG પંપ સંચાલકોની હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. આવતી કાલથી અચોક્કસ મુદ્દતની હડતાળ 1 માર્ચ સુધી પાછળ ઠેલાઈ ગઈ છે. ગુજરાત ગેસ કંપનીએ બે વીકમાં સકારાત્મક નિર્યણ લેવાની ખાતરી આપતા હડતાળ પાછી ઠેલાઈ હોવાની માહિતી મળી રહી છે. પરંતુ 1 માર્ચ સુધીમાં હકારાત્મક ઉકેલ ન આવે, તો હડતાળ ફરી કરવા ચિમકી ઉચ્ચારી છે.


10થી વધુ ગેસ સિલિન્ડર ફાટતાં અફરાતફરીનો માહોલ, પ્રચંડ અવાજના કારણે ઘરોની દીવાલો ફાટી


દરમિયાન ગુજરાત ગેસ કંપની અને સીએનજી પમ્પ સંચાલકો વચ્ચેની વાતાઘાટો પડી ભાંગતા આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ થવાની સંભાવના સેવાય રહી છે. જેને કારણે આજે સાંજથી જ નવસારીના સીએનજી પંપ ઉપર મોટી સંખ્યામાં સીએનજી રીક્ષા તેમજ સીએનજી ઉપર ચાલતા વાહનોની લાંબી કતારો લાગી રહી છે. ખાસ કરીને હડતાળ પડે તો સીએનજી ઉપર ચાલતી રીક્ષાઓના પૈડા આવતીકાલથી થંભી જવાની સંભાવના જોવાઈ રહી છે. જ્યારે અન્ય રિક્ષા ચાલકો સહિત અન્ય વાહનોના ચાલકોએ પણ આર્થિક મુશ્કેલીનો સામનો કરવા પડશે.


ગુજરાતમાં અહીં ગેરકાયદે બનાવેલું વ્હાઈટ હાઉસ તોડી પડાયું! HC એ આપ્યું મોટું નિવેદન 


CNG બંધ થાય તો વાહન ચાલકોને પેટ્રોલ ઉપર ગાળું ગબડાવવું પડશે, પણ મોંઘા પેટ્રોલને કારણે તેમના આર્થિક બજેટ ખોરવાશે. ત્યારે આજે સાંજે સીએનજી પમ્પ સંચાલકો અને ગુજરાત ગેસ કંપની સાથે થયેલી બેઠક પડી ભાંગી હતી. પરંતુ હજી પણ સીએનજી પમ્પ સંચાલકોના એસોસિએશન અને ગુજરાત ગેસ કંપની વચ્ચે બેઠક તેમજ વાતો ચાલી રહી છે અને મોડી રાત્રે સીએનજી પમ્પ સંચાલકો હડતાળ પાડશે કે પછી પંપ ચાલુ રહેશે એ મુદ્દે નિર્ણય થશે. પરંતુ આ વચ્ચે સામાન્ય જનતાએ જ પીડાવું પડશે અને cng પંપ ઉપર રાતે 12 વાગ્યા સુધી આવી જ લાંબી લાઈનો રહેશે. બીજી બાજુ કમિશન વધારાની માંગ સાથે હડતાળ પર જનારા CNG પંપ સંચાલકોની હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. આવતી કાલથી અચોક્કસ મુદ્દતની હડતાળ 1 માર્ચ સુધી પાછળ ઠેલાઈ ગઈ છે. ગુજરાત ગેસ કંપનીએ બે વીકમાં સકારાત્મક નિર્યણ લેવાની ખાતરી આપતા હડતાળ પાછી ઠેલાઈ હોવાની માહિતી મળી રહી છે. પરંતુ 1 માર્ચ સુધીમાં હકારાત્મક ઉકેલ ન આવે, તો હડતાળ ફરી કરવા ચિમકી ઉચ્ચારી છે.


સુરતમાં બાળકી પીંખાતા બચી! બાળકીને લાલચ આપી નરાધમ ઝાડીઓમાં લઇ ગયો અને કપડા ઉતારી…