અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદથી ઠંડક, કોર્પોરેશનના મોટા મોટા દાવાઓની પોલ ખુલી
હવામાન વિભાગની આગાહી અનુસાર તબક્કાવાર રીતે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં પણ વરસાદ થયો છે. ત્યારે આજે અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને અમદાવાદના 132 ફૂટ રિંગરોડ અને સરદાર પટેલ રિંગ પર આવેલા મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર તબક્કાવાર રીતે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં પણ વરસાદ થયો છે. ત્યારે આજે અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને અમદાવાદના 132 ફૂટ રિંગરોડ અને સરદાર પટેલ રિંગ પર આવેલા મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
રાધનપુર સીટ ફરી ભાજપના હાથમાંથી જશે કે શું? ઠાકોરસેનામાં મોટુ ગાબડું
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા 15 જૂન સુધીમાં ગાજવીજ સાથે 1 ઇંચ જેટલો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. એસજી હાઇવે, સોલા, ગોતા, શાહીબાગ, નરોડા, નકિલો, ન્યૂ રાણીપ, સાબરમતી, ચાંદખેડા, જગતપુર સહિતના વિર્સાદમાં વરસાદ નોંધાયો હતો. પાલડી, ગીતામંદીર, જમાલપુર, ગીતા મંદિર બસ સ્ટેન્ડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
મોંઘવારીમાં ચોરીની વિચિત્ર ઘટના, લાખો રૂપિયાના જીરૂની ચોરી થઇ ગઇ
13 જૂને સવારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે મોડી રાતથી જ વરસાદ શરૂ થઇ ચુક્યો છે. શનિવારે બપોરે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાણીપ, એસજીહાઇવે, ઘાટલોડિયા, ગોતા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. જો કે સામાન્ય વરસાદમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા મોટા મોટા દાવાઓ અને પ્રિમોનસુન કામગીરીની પોલ ખુલી ગઇ હતી. જગતપુર વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube