Coldwave Alert સપના શર્મા/અમદાવાદ : વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે હવે ઠંડીનો ચમકારો વધવાનો છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોની અસરથી ગુજરાતમાં ઠંડી વધી રહી છે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ઠંડા પવનો ફુંકાવાની આગાહી કરી છે. તો બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ કડકડતી ઠંડી ક્યારે જશે તેની પણ આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે આગાહીમાં તારીખ જણાવીને કહ્યું કે, આ દિવસે ગુજરાતમાંથી ઠંડી ગાયબ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ ઉત્તર ભારતના પવનોને પગલે હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ ઠંડી ક્યારે જશે અને ગુજરાતીઓને કડકડતી ઠંડીમાંથી ક્યારે મુક્તિ મળશે તે જણાવ્યું છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં ગુજરાતના હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા છે. દેશના ઉત્તરીય પાર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. તો જાન્યુઆરીના શરૂઆતના દિવસોમાં હળવા વાદળોની શક્યતા થે, 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે. આ પશ્ચિમી વિક્ષેપથી આવવાથી ઠંડીમાં ઘટાડો થશે. 


તેમણે વધુમાં કહ્યું કે, 9 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપ હટી જવાથી ઠંડીમાં વધારો થશે. 10, 11 અને 12 જાન્યુઆરીએ હવામાનમાં મોટો પલટો આવતા ઠંડીનો ચમકારો જોવા મળશે. 10 જાન્યુઆરીએ ઠંડા પવનો ફૂંકતા મધ્ય ગુજરાતમા ન્યુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. અમદાવાદમાં ન્યુતમ તાપમાન 12 ડિગ્રી આસપાસ રહેશે. જ્યારે ગાંધીનગરમાં ન્યુતમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. 16 અને 17 જન્યુઆરીએ હવામાનમાં પલટો આવતા વાદળવાયું જોવા મળશે. તો 20 જન્યુઆરી સુધી વાદળવાયું વાતાવરણ જોવા મળશે. 


આ પણ વાંચો :


બમ્પર જીત બાદ અલ્પેશ ઠાકોરને મળી આ જવાબદારી, પાટીલે મૂક્યો ભરોસો


જૈનોનો વિરોધ વધતા મોટો નિર્ણય લેવાયો, શેત્રુંજય પર્વતની સુરક્ષા માટે પોલીસ ચોકી બનશે


રાજ્યના વિવિધ શહેરોનું લઘુત્તમ તાપમાન
અમદાવાદ  13.1 ડિગ્રી
ડીસા         10.3 ડિગ્રી
ગાંધીનગર    10.7 ડિગ્રી
વલ્લભ વિદ્યાનગર   10.9 ડિગ્રી
વડોદરા      11.6 ડિગ્રી
સુરત        14.5 ડિગ્રી
વલસાડ   13.5 ડિગ્રી
ભુજ     10.8 ડિગ્રી
નલીયા   8.8 ડિગ્રી
કંડલા એરપોર્ટ  9.0 ડિગ્રી
અમરેલી   13.6 ડિગ્રી
ભાવનગર   14.4 ડિગ્રી
પોરબંદર   11.6 ડિગ્રી
રાજકોટ   11.9 ડિગ્રી 
સુરેન્દ્રનગર  12.5 ડિગ્રી
મહુવા   13.3  ડિગ્રી       


ગુજરાતમાં હાલ ચારેતરફ ઠંડીનું મોજુ છવાયું છે. કચ્છ-સૌરાષ્ટ્રથી લઈને બનાસકાંઠાના છેવાડાના ગામો સુધી શીતલહેર છવાઈ છે. ત્યારે ઠંડીના આંકડા પર નજર કરીએ તો, 8.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર બન્યુ છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા છે. 


આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે, હાલના સમયમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે. તો આગામી 2-3 દિવસ ઠંડીનો અનુભવ વધુ થશે. લઘુત્તમ તાપમાન જયારે મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થઇ શકશે. આગામી બે ત્રણ દિવસ અમદાવાદનું તાપમાન 1-2 ડિગ્રી વધી શકે. સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે રાત્રે 13 ડિગ્રી જયારે દિવસના સમયે 27 ડિગ્રી તાપમાન રહેશે. હાલમાં સૌથી ઓછું 8 ડિગ્રી તાપમાન નલિયામાં છે. 


તો બીજી તરફ, ઉત્તર ભારતમાં શીતલેહર ફેલાઈ છે. જેને કારણે દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ સહિતના રાજ્યોમાં લોકો ઠંડીથી ઠુઠવાયા છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 3 દિવસ સુધી આ રાજ્યોમાં બર્ફીલો પવન ફુકાશે.  શીતલહેરની અસર યથાવત રહેતા સામાન્ય જનજીવન ઠપ્પ થયું છે. ઠંડીથી બચવા માટે લોકોએ તાપણાનો સહારો લીધો છે. ઠંડી વચ્ચે ધુમ્મસની ચાદર ફેલાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો. 


આ પણ વાંચો : Statue Of Unity મા ટિકિટ કૌભાંડ પકડાયું, ફરવા જાઓ તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો