બમ્પર જીત બાદ અલ્પેશ ઠાકોરને મળી આ જવાબદારી, પાટીલે મૂક્યો ભરોસો
Alpesh Thakor : કમલમમાં યોજાયેલી બેઠક દરમિયાન જ્યાં જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવાની છે તેમાં જવાબદારીઓ સોંપવામાં આવી
Trending Photos
Gujarat Politics : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બમ્પર જીત મેળવ્યા બાદ હવે ભાજપની નજર સ્થાનિક ચૂંટણીઓ પર છે. પાટીલે કાલે નેતાઓ સાથે મીટિંગો કરી લેશન આપ્યું હતું. ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી- માર્ચ મહિનામાં ૭૧ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત અને બે જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલે સોમવારે સવારે પ્રદેશ પદાધિકારીઓ, સેલ મોરચા, વિભાગોના અધ્યક્ષો તેમજ જિલ્લા પ્રમુખોની બેઠક યોજીને સમીક્ષા કરી હતી. ભાજપે અલ્પેશ ઠાકોરને હવે બનાસકાંઠાની સ્થાનિક ચૂંટણી જીતાડવાની જવાબદારી સોંપી છે. જ્યાં ઠાકોરની અગ્નિપરીક્ષા થવાની છે કારણ કે અહીં કોંગ્રેસ પણ મજબૂત છે. આ જિલ્લામાં ઠાકોર સમાજનો દબદબો હોવાથી અલ્પેશને જવાબદારી અપાઈ છે.
કમલમે યોજાયેલી બેઠક દરમિયાન જ્યાં જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવાની છે તેવા ખેડા અને બનાસકાંઠા એમ બે મોટા જિલ્લાઓમાં ભાજપે ચૂંટણી ઈન્ચાર્જ નિયુક્ત કર્યા હતા. ખેડાના ઈન્ચાર્જ તરીકે પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ અને તુષારસિહ મહારાઉલ તેમજ બનાસકાંઠાના ઈન્ચાર્જ તરીકે પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નિયુક્ત કરાયા છે. ઉપરાંત ભાજપ અધ્યક્ષ પાટિલે પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડીયાના અધ્યક્ષસ્થાને ૭ સભ્યોની શિસ્ત સમિતિની રચના કરી છે. સંગઠનની વિવિધ પાંખ સાથે પાટિલની બેઠકની સાથે સાથે સોમવારે પ્રદેશ ભાજપના યુવા મોરચા દ્વારા તાગ મેળવ્યો હતો.
આમ અલ્પેશની પણ હવે પરીક્ષા થવાની છે. ભાજપે જવાબદારી આપી ટેસ્ટ લેવાનો નિર્ણય લીધો છે. અલ્પેશને વિધાનસભાની ચૂંટણીમાં પણ કલોલ સીટની જવાબદારી અપાઈ હતી. જેમાં અલ્પેશે ભાજપનો ભરોસો તોડ્યો ન હતો. કલોલમાંથી ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા. હવે સ્થાનિક ચૂંટણીઓની પણ અલ્પેશ પર જવાબદારી સોંપી પાટીલે વધુ એક ભરોસો મૂક્યો છે.
આ પણ વાંચો :
ગુજરાત વિધાનસભામાં ઐતિહાસીક જીત બાદ પ્રદેશ ભાજપની પહેલી કારોબારી આજે યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંડળ સુધીનું સંગઠન મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે જીતનો શ્રેય પીએમ મોદી, પીએમ પર જનતાનો ભરોસો અને કાર્યકરોને આપ્યો હતો. પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે નેતાઓને ટકોર કરી હતી કે હું હોઉં કે ના હોઉં પણ ડેટા બેંકનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. ગુજરાત ભાજપ પાસે સૌથી મજબૂત ડેટા બેંક છે. પાટીલે નેતાઓને ડેટા બેંકનો યોગ્ય ઉપયોગ કરવા સૂચના આપી હતી. ગુજરાતમાં 73 લાખ સક્રિય સભ્યોના કારણે આ ભવ્ય જીત થઈ હોવાનુ જણાવ્યું હતું.
આમ પાટીલે આ બેઠકમાં સક્રિય સભ્યોને કાયમ સાચવવા સૂચના આપી હતી. ઐતિહાસીક જીત છત્તાં ઓછા અંતરથી હારેલી 17 બેઠકો હારવાનો પાટીલે અફસોસ વ્યકત કર્યો હતો. જ્યાં આપનું ખાતું ખુલ્યું ત્યાં થોડી મહેનત કરી હોત તો આપનું ખાતું ના ખૂલતું એમ કહીને પણ નિરાશા વ્યક્ત કરી હતી. આમ પાટીલને 182 બેઠકો ન જીતવાનો અફસોસ રહી ગયો છે. પાટીલે પ્રદેશ પ્રમુખ બનવા સમયે જ 182 સીટ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે, ભાજપે આ વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટો જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. એમને માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મોદી આ જીતનો શ્રેય પાટીલ અને સંગઠનને આપી રહ્યાં છે તો પાટીલ આ શ્રેય મોદીને આપી રહ્યાં છે.
રાજ્યભરમાં સુશાસન યાત્રાનો પણ આરંભ કર્યો હતો. મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સુર્યાની આગેવાનીમાં દેશભરમાંથી પસાર થઈ ગુજરાત આવેલી યાત્રા આગામી ત્રણ દિવસમાં હેલ્થ, એજ્યુકેશન અને ફાઈનાન્સ સેક્ટરમાં થયેલા કાર્યોનો
લીધી છે. ગુજરાતમાં ડિસેમ્બર 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 156 સીટ સાથે ઐતિહાસિક જીત મેળવી હતી. આ જીતમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલની મહત્વની ભૂમિકા રહી હતી. સીઆર પાટિલે જ્યારે ગુજરાત ભાજપની કમાન સંભાળી તો તેમણે 182 સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો. ચૂંટણીમાં શાનદાર જીત બાદ પણ પાટિલને એક વાતનો અફસોસ રહી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે