Coldwave In Gujarat સપના શર્મા/અમદાવાદ : પહાડી વિસ્તારમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં સૂસવાટા મારતા પવનથી ઠંડીનો ડબલ અટેક જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હજુ ઠંડીથી રાહત માટે થોડી રાહ જોવી પડશે. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં અનુભવાયું છે. જ્યાં તાપમાનનો પારો 1.4 ડિગ્રી પર પહોંચી ગયો છે. તો 10 જેટલા શહેરોમાં 10 ડિગ્રીથી પણ ઓછું તાપમાન રહેતા લોકો ઠુંઠવાયા છે. ત્યારે ગુજરાતમાં ક્યાં સૌથી વધુ ઠંડી નોંધાઈ અને ક્યાં ક્યાં કોલ્ડ વેવની આગાહી છે જોઈએ આ ખાસ રિપોર્ટમાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર યથાવત્.....1.4 ડિગ્રી તાપમાન સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન.....હિમાલય તરફના સીધા પવન ગુજરાત તરફ આવતા ઠંડીમાં વધારો. અગાઉ 24 ડિસેમ્બર અને 5 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. શિયાળાની સીઝનમાં અત્યાર સુધીનું અમદાવાદમાં સૌથી ઓછું 8. 6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો રાજકોટ ભુજ ડીસામાં પણ તાપમાન 10 ડિગ્રી નીચે નોંધાયું છે. રાજ્યમાં આજે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સામાન્ય રીતે ઉતરાયણ બાદ ઠંડી ઘટતી હોય છે પણ આ વર્ષે ઉત્તરાયણના બીજા દિવસે સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. 


અમદાવાદ 7.6
વડોદરા 10.4
ભાવનગર 10
ભૂજ 7.6
ડીસા 7
દીવ 10.1
ગાંધીનગર 5.3
નલિયા 2
પોરબંદર 6.2
રાજકોટ 7.3


અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. અમદાવાદમાં ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલ પ્રહલાદનગર ગાર્ડનના આ દ્રશ્યો છે. અહીંયા પણ ઠંડીના કારણે મોર્નિંગ વોક અને કસરત કરવા આવનારા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. હવામાનની આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યમાં ઠંડીનો પારો ગગડી શકે છે. ત્યારે આગામી દિવસોમાં લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે તે નક્કી છે. 


તો બીજી તરફ વાત કરીએ તો, હવામાનને બદલાતાં વાર નથી લાગતી, આ બે તસવીરો છેલ્લા બે દિવસની છે. બે દિવસથી કાશ્મીરથી લઈને હિમાચલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પહાડોને પણ હિમનો બોજ ભારે લાગી રહ્યો છે. ગુરુવારે કાશ્મીરમાં જોજિલા અને  બાલટાલ વચ્ચે પહાડો પરથી હિમપ્રપાત થયો. તો શુક્રવારે હિમાચલનાં લાહૌલ સ્પિતીમાં ભારે  ભારે ભરખમ હિમખંડ તૂટી પડ્યો, જેને જોતાં સ્પષ્ટ છે કે સફેદ બરફનું રેડ એલર્ટ. જમ્મુ કાશ્મીરમાં હવામાન વિભાગે લોકોને હિમવર્ષાથી બચીને રહેવાની ચેતવણી આપી છે. 18 જાન્યુઆરી સુધી પરિસ્થિતિ આવી જ રહેવાની આગાહી છે.


આ પણ વાંચો : 


ડઝનબંધ પદ રાખી રૂઆબ રાખતા નેતાઓની પાંખો કાપી લેવાશે, ગુજરાતમાં ભાજપમાં નવાજૂની થશે


શ્રીનગર અને કાશ્મીર ખીણમાં બે દિવસથી થઈ રહેલી હિમવર્ષાએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડતાં હાઈવે પર ટ્રાફિક પ્રભાવિત થયો છે. કાશ્મીર ખીણમાં પણ ઘણી જગ્યાએ વાહનવ્યવહારને રોકવો પડ્યો છે. આ સ્થિતિ પહાડથી લઈને મેદાની ભાગોમાં આગળ પણ હાડ થિજાવતી ઠંડી તરફ ઈશારો કરે છે.  
  
ઉત્તરાખંડના પહાડોમાં  હિમવર્ષાથી બરફની જાડી ચાદર પથરાઈ ગઈ છે. ઉંચાણવાળા વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરકાશીમાં ભારે હિમવર્ષા બાદ ગંગોત્રીમાં  નેશનલ હાઈવે પર બરફના જાડા થર પથરાઈ ગયા છે. ગંગોત્રીમાં હિમવર્ષાથી મંદિર પરિસર બરફથી ઢંકાઈ ગયું છે. ઔલીમાં રાત્રિના સમયે ભારે બરફવર્ષા થતા અહીં ઠંડી વધી ગઈ છે. 


આ પણ વાંચો : 


ગુજરાતના 10 જિલ્લા જોશીમઠ જેવા, ગમે ત્યારે જમીનમાં સમાશે, રિપોર્ટ સરકારની ઊંઘ ઉડાડશે


ચામોલીમાં ભારે હિમવર્ષા બાદ બદ્રીનાથ ધામ પરિસર બરફમાં ઢંકાઈ ગયું છે. સતત હિમવર્ષાથી આખો વિસ્તાર જાણે બર્ફિસ્તાનમાં તબ્દીલ થઈ ગયો છે. સતત થઈ રહેલી હિમવર્ષાએ મકાનો, રસ્તા અને પહાડોને પોતાના તાબામાં લઈ લીધા છે. માઈનસમાં તાપમાન જતા લોકો પોતાના ઘરોમાં જ કેદ થઈ ગયા છે. સ્થાનિકો રોજિંદા કામો માટે પણ ઘરની બહાર નીકળતા ખચકાય છે. 


ઉત્તરાખંડના જાણીતા સ્કીઇંગ સેન્ટર ઔલીમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. આખું ઔલી બરફની સફેદ ચાદરમાં લપેટાઈ ગયું છે. 


તો આ તરફ હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાથી હિમના રણ જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે પર્યટકોને તેમાં મજા પડી ગઈ છે...ચમ્બામાં પર્યટકો હિમના ગોળા બનાવીને એકબીજા પર ફેંકવાની મજા માણી રહ્યા છે. 


આ પણ વાંચો : ઈલેક્ટ્રિક વ્હીકલથી થશે આ મોટો ફાયદો, જાણો કેવી રીતે તમે મેળવી શકો છો સબસિડી