Electric Vehicle: ઈલેક્ટ્રિક વ્હીકલમાં તમને શું થશે ફાયદો; સરકાર આપી રહી છે આ રીતે સબસિડી, જરા ચેક કરી લેજો
Electric Vehicle: તમે વાહન લેવાનું વિચારી રહ્યા છો, તો આ ખબર તમારા માટે ખાસ છે. હવે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. 100 થઈ જાય એ દિવસો હવે દૂર નથી. અને આ સ્થિતિમાં રાજ્ય સરકારે આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરી છે. ત્યારે આ પોલિસી શું છે, અને તેનાથી શું ફાયદો થશે તે સમજવું ખૂબ જ જરુરી છે..
Trending Photos
Electric Vehicle: તમે વાહન લેવાનું વિચારી રહ્યા છો, તો આ ખબર તમારા માટે ખાસ છે. હવે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. 100 થઈ જાય એ દિવસો હવે દૂર નથી. અને આ સ્થિતિમાં રાજ્ય સરકારે આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરી છે. ત્યારે આ પોલિસી શું છે, અને તેનાથી શું ફાયદો થશે તે સમજવું ખૂબ જ જરુરી છે..
ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીથી શું ફાયદો થશે?
Subsidy on Electric Vehicle: તમને સવાલ થશે કે ઈલેક્ટ્રિક વ્હીકલની ખરીદીથી ફાયદો શું? સૌથી મોટો ફાયદો છે સબસિડી. હા, પોલિસી મુજબ ટુ વ્હીલર માટે રૂ. 20 હજાર, થ્રી વ્હીલર માટે રૂ. 50 હજાર અને ફોર વ્હીલર માટે રૂ. 1.50 લાખ સુધી સબસિડી મળશે. પ્રાઈવેટ કે કોમર્શિયલ કોઇપણ વાહન માટે સબસિડી મળશે. સબસિડીની રકમ સીધી બેંક ખાતામાં DBT અંતર્ગત જમા થશે. પણ શરત એ છે કે, ટુ વ્હીલરની કિંમત રૂ. 1.50 લાખ, થ્રી વ્હીલરની કિંમત રૂ. 5 લાખ અને ફોર વ્હીલરની કિંમત રૂ. 15 લાખ સુધી જ હોય. જો વાહનની કિંમત આ રકમથી વધુ હશે તો સબસિડી મળશે નહીં.
પ્રતિ કિલોવોટ સૌથી વધુ સબસિડી
પોલીસી મુજબ સબસિડીની રકમ પ્રતિ કિલોવોટ રૂપિયા 10 હજાર છે. રાજ્ય સરકારના દાવા મુજબ આ સબસિડી દેશના કોઈ રાજ્યની તુલનાએ બમણી છે. સરકારના દાવા મુજબ અન્ય રાજ્યોમાં પ્રતિ કિલોવોટ રૂ. 5 હજાર જેટલી જ સબસિડી મળે છે.
ચાર્જિંગ સ્ટેશન ક્યાં બનશે? આ માટે સબસિડી મળશે?
ઈલેક્ટ્રિક વ્હીકલમાં સૌથી મહત્ત્વની વાત ચાર્જિંગની આવે છે. એટલે કે, બેટરી ક્યાં ચાર્જ કરવી? આપને જણાવી દઈએ કે, સરકારે 278 ચાર્જિંગ સ્ટેશનને અગાઉથી જ મંજૂરી આપેલી છે. આ ઉપરાંત વધુ 250 ચાર્જિંગ સ્ટેશનને મંજૂરી આપવામાં આવશે. એટલે કે રાજ્યમાં કુલ 528 ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક ઉભું કરવાની યોજના છે. પોલિસી મુજબ પેટ્રોલ પંપને પણ ચાર્જીંગ સ્ટેશન માટે મંજૂરી અપાશે. આ ઉપરાંત હાઈવે ટચ હોટેલો, હાઉસિંગ અને કોમર્શીયલ બાંધકામોમાં પણ ચાર્જિંગ નેટવર્ક ઉભું કરાશે. ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે રૂ. 10 લાખની મર્યાદામાં 25% જેટલી કેપિટલ સબસિડી પણ આપવામાં આવશે.
અન્ય કયા લાભ મળશે?
આ સિવાયના બીજા કેટલાક લાભ પણ છે. જેમ કે, RTO પાસ ઇ-વ્હીકલને રજિસ્ટ્રેશનમાંથી 100% મુક્તિ મળશે. અને જો કેન્દ્ર સરકાર તરફથી કોઈ લાભ મળતો હશે તો એ પણ ખરો જ.
આ પોલિસી બનાવવાનું કારણ
મુખ્ય ચાર વાતો ધ્યાનમાં રાખીને સરકારે આ પોલિસી બનાવી છે. 1) ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ વધારવો. 2) ગુજરાતને સ્પેરપાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું. 3) ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા. 4) ધૂમાડાથી થતાં વાયુ પ્રદુષણને ઘટાડવું.
આ પોલિસીથી ઇ-વ્હીકલના ડ્રાઇવીંગ, વેચાણ, ધિરાણ, સર્વિસીંગ અને ચાર્જિંગ વગેરે ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં વૃદ્ધિ થશે. સરકારે દાવો કર્યો છે કે, આ પોલિસીથી આગામી ચાર વર્ષમાં સરકારને રૂ. 870 કરોડનો બોજ વહન કરવો પડશે.
ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીથી શું ફાયદો થશે?
સૌથી મોટો ફાયદો છે સબસિડી
પોલિસી મુજબ ટુ વ્હીલર માટે રૂ. 20 હજાર,
થ્રી વ્હીલર માટે રૂ. 50 હજાર સબસિડી
ફોર વ્હીલર માટે રૂ. 1.50 લાખ સુધી સબસિડી
સબસિડીની રકમ પ્રતિ કિલોવોટ રૂપિયા 10 હજાર
ચાર્જિંગ સ્ટેશન ક્યાં બનશે?
પેટ્રોલ પંપને પણ ચાર્જીંગ સ્ટેશન માટે મંજૂરી
હાઈવે ટચ હોટેલો, હાઉસિંગ અને કોમર્શીયલ બાંધકામોમાં પણ ચાર્જિંગ નેટવર્ક
રાજ્યમાં કુલ 528 ચાર્જિંગ સ્ટેશનની યોજના
ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે રૂ. 10 લાખની 25% કેપિટલ સબસિડી
અન્ય કયા લાભ મળશે?
RTO પાસ ઇ-વ્હીકલને રજિસ્ટ્રેશનમાંથી 100% મુક્તિ
કેન્દ્ર સરકાર તરફથી લાભ મળતો હશે તો એ ખરો જ
આ પોલિસી બનાવવાનું કારણ શું?
1) ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ વધારવો.
2) ગુજરાતને સ્પેરપાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું.
3) ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા.
4) ધૂમાડાથી થતાં વાયુ પ્રદુષણને ઘટાડવું.
જુઓ લાઈવ ટીવી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે