ગુજરાતમાં હિમપ્રપાત જેવી ઠંડી, અમદાવાદનો પારો સૌથી વધુ ગગડ્યો
ઉત્તર ભારતમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે ગુજરાત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ગુજરાતમાં બે દિવસથી જાણે કે હિમપ્રપાત થયો હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે. ઉત્તર ભારતમાં થયેલ હિમ વર્ષાના કારણે છેલ્લાં 3 દિવસથી તાપમાનમાં ઘટાડો થતા ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે
સમીચ બલોચ/અલ્કેશ રાવ/ગુજરાત : ઉત્તર ભારતમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે ગુજરાત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ગુજરાતમાં બે દિવસથી જાણે કે હિમપ્રપાત થયો હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે. ઉત્તર ભારતમાં થયેલ હિમ વર્ષાના કારણે છેલ્લાં 3 દિવસથી તાપમાનમાં ઘટાડો થતા ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે
ઠંડીના પ્રકોપની સૌથી વધુ અસર અરવલ્લી જિલ્લામાં પણ દેખાઈ રહી છે. રવિવારે અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન 8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આજે 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે મોડાસાના ઓધારી લેક ખાતે ઠંડીથી રક્ષણ મેળવવા તેમજ શરીરને ખડતલ રાખવા લોકો કસરતનો સહારો લઈ કસરત કરતા જોવા મળ્યા હતા.
ડીસામાં 7.2 સેલ્સિયસ તો પાલનપુરમાં 9 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. અચાનક ફરીથી આવેલી ઠંડીના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ઠંડીથી બચવા લોકો તાપણાં અને ગરમ કાપડાઓનો ઉપયોગ કરી રહ્યા છે. ઠંડીએ પોતાનો રોદ્ર પ્રકોપ બતાવતા લોકો ઠુંઠવાયા છે. તો બીજી તરફ, હજુ વધારે ઠંડી પડે તેવી શક્યતાઓ છે.
- ડીસામાં 7.2 ડિગ્રી
- નલિયામાં 7.0 ડિગ્રી
- રાજકોટમાં 9.2 ડિગ્રી
- અમદાવાદમાં 9.1 ડિગ્રી
- ગાંધીનગરમાં 9.2 ડિગ્રી
- વલ્લભ વિદ્યાનગરમાં 9.5 ડિગ્રી
- વલસાડમાં 9.6 ડિગ્રી
- દીવમાં 11.2 ડિગ્રી
- વડોદરામાં 10.8 ડિગ્રી
- સુરતમાં 13.6 ડિગ્રી