અમદાવાદ :ઉત્તર પૂર્વના પવનને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો ગગડી (cold wave in gujarat) રહ્યો છે. ગુજરાતમાં ડિસેમ્બરના અંતમાં કડકડતી ઠંડી (Coldwave) ઘણાં સમય પછી પડતાં લોકો પણ ઠૂંઠવાયા છે. ગુજરાતના સૌથી ઠંડા પ્રદેશ નલિયામાં પારો દિવસેને દિવસે ગગડી રહ્યો છે. જ્યારે માઉન્ટ આબુમાં તો હિમાચલ પ્રદેશ જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે. ગુરુવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને દિવસેને દિવસે તાપમાનનો પારો વધુ ગગડતો જઈ રહ્યો છે. હજુ પણ આગામી 36 કલાક કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 12 ડિગ્રીએ ગગડતાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. રાજ્યમાં ઠંડીના આંકડા પર નજર કરીએ તો... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘મોમા મારા ભભમ ભભમ ગાડી લાયા....’ તીડના ત્રાસ વચ્ચે પેટ પકડીને હસાવતો video બનાવાયો


  • માઉન્ટ આબુ - માઈનસ 3 ડિગ્રી

  • સૌથી નીચું તાપમાન ડીસા - 7.5 ડિગ્રી

  • નલિયા - 8.4 ડિગ્રી

  • ભૂજ - 9.8 ડિગ્રી 

  • રાજકોટ - 10.3 ડિગ્રી

  • સુરેન્દ્રનગર - 10.5 ડિગ્રી 

  • વડોદરા - 11.4 ડિગ્રી

  • ગાંધીનગર - 12 ડિગ્રી 

  • ભાવનગર - 14.5 ડિગ્રી

  • પોરબંદર - 14.6 ડિગ્રી 

  • દીવ - 14 ડિગ્રી 


આ શાળામાં એડમિશન માટે એક પણ રૂપિયો ડોનેશન આપવો પડતું નથી, માત્ર જરૂર હોય છે જન્મકુંડળીની...


સમગ્ર ગુજરાતમાં કોલ્ડવેવ
રાજ્યના અનેક શહેરોમાં આ સીઝનની સૌથી વધુ ઠંડી અનુભાઈ છે. મોટાભાગના શહેરોમાં 3થી 4 ડિગ્રી તાપમાનનો પારો ગગડતા લોકો ઠૂંઠવાયા છે. ઠંડા અને સૂકા પવનોના કારણે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. લોકો પણ વહેલી સવારે ઠંડીમાં કસરત કે પછી જોગિંગ કરતા જોવા મળે છે. તાપણાનો સહારો લેવા છતાં ઠંડીથી રાહત મળતી નથી. હજુ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા સેવાઈ રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 36 કલાક કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરાઈ છે. બનાસકાંઠા, વડોદરા, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં કોલ્ડવેવની અસર વર્તાઈ શકે છે. 


માઉન્ટ આબુનું તાપમાન માઈનસ 3 ડિગ્રી પહોંચ્યું
ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસર રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં પણ વર્તાઈ છે. સીઝનમાં પ્રથમ વખત આબુનું તાપમાન માઈનસ 3 ડિગ્રીએ પહોંચતા લોકો થીજ્યા છે. સહેલાણીઓએ પણ જાણે કે ઘર આંગણે કાશ્મીર જેવા વાતાવરણનો અનુભવ કર્યો. જ્યાં જ્યા પાણી હતુ ત્યાં ત્યાં બરફ જામી ગયેલો જોવા મળ્યો. ઘાસ પર પડેલા પાણી પર પણ બરફ જામી ગયો હતો. ગુજરાતમાં કડકડાતી ઠંડીએ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત ભલે કરી દીધુ હોય પણ લોકો આ ઠંડીની મજા માણવાનું નથી ચૂકી રહ્યાં. ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના કારણે છેલ્લા 3-4 દિવસથી ગુજરાત સહિત રાજસ્થાનમાં ઠંડીએ કહેર વાર્તાવવાનું ચાલુ કર્યું છે. રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં આજે તાપમાન માઈનસ 3 ડિગ્રીએ પહોંચતા અનેક વિસ્તારોમાં બરફની પરત જામી ગઈ હતી. જેના કારણે સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે માઉન્ટઆબુમાં માઇનસ 3 ડિગ્રી જેટલું તાપમાન રહેતા લોકો ઠંડીથી બચવા તાપણા તેમજ ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યા છે તો ઠંડીના કારણે માઉન્ટ આબુમાં પ્રવાસીઓ પણ અટવાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....