ગુજરાત : ઉત્તર ભારતના ઠંડા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીની લહેરખી પ્રસરી ગઈ છે ગત બે દિવસથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં ઠંડીનું જોર ઉત્તરોઉત્તર વધી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે. શનિવારે નલિયામાં સૌથી લઘુત્તમ 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો માઉન્ટ આબુમાં તો માઈનસ 1 ડિગ્રી પર પારો પહોંચી ગયો છે. 


આ એક વાનગી ખાવા દક્ષિણ ગુજરાતના હાઈવે પર લાગે છે લાંબી લાઈનો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 9.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન, વડોદરામાં 7.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 12.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ડીસામાં 7.5 ડિગ્રી અને રાજકોટમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો પાટનગર ગાંધીનગરમાં 7.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં હજી ઠંડી વધવાની શક્યતા વ્યકત કરાઇ છે. ભારે ઠંડીને પગલે એકબાજુ વહેલી સવારે મૉર્નિંગ વોક કરનારાઓની સંખ્યા ગાર્ડનમાં વધી ગઇ હતી. તો બીજી બાજુ ભારે ઠંડીને પગલે વહેલી સવારે ધુમ્મસનો માહોલ સર્જાયો હતો. હજી આગામી ચાર દિવસ સુધી ઠંડીનો પારો ગગડે તેવી શકયતા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને લીધે ગુજરાતની ઠંડીમાં પણ વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. તો બીજી બાજુ ભારે ઠંડીને પગલે વહેલી સવારે ધુમ્મસનો માહોલ સર્જાયો હતો.


Photos: શું છે ‘ચિલ્લઈ કલા’, જેના 40 દિવસમાં કાશ્મીર ઠરીનું ઠીકરું થઈ જાય છે


જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને બર્ફીલા પવનોને કારણે સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાઈ ગયું. દ્રાસ, લેહ અને કારગીલના લોકોને શિયાળાની સૌથી ઠંડી રાતનો અનુભવ થયો હતો. દ્રાસ સેક્ટરમાં રેકોર્ડબ્રેક માઈનસ ૨૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દ્રાસમાં માંડ માઈનસ ૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. લેહમાં પણ આ શિયાળાનું સૌથી નીચું ૧૭.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે જ લેહમાં આ શિયાળાના સૌથી નીચા માઈનસ ૧૫.૧ ડિગ્રી તાપમાનનો રેકોર્ડ તૂટી ગયો હતો. કારગિલમાં ઠંડીનો પારો માઈનસ ૧૬.૭ ડિગ્રી સુધી ગગડયો હતો, જે આ શિયાળાનો સૌથી નીચો આંકડો છે. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી સાથે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. 


Photos: કચ્છના સફેદ રણમાં આ એક વસ્તુ જોઈને મલકાઈ ઉઠ્યું રાષ્ટ્રપતિ કોવિંદનું મુખ


આગામી બે દિવસમાં ઠંડી ઘટશે
આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે અને 18થી 22 ડિસેમ્બર વચ્ચે અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે જવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. આગામી ચાર દિવસ સુધી ઠંડીનો પારો ગગડે તેવી શકયતા છે.