ગુજરાત આખું કાતિલ ઠંડીના બાનમાં, ભગવાનોને પણ સ્વેટર પહેરાવવા પડ્યા
ઉત્તર પૂર્વના પવનને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો ગગડી (cold wave in gujarat) રહ્યો છે. ગુજરાતમાં ડિસેમ્બરના અંતમાં કડકડતી ઠંડી (Coldwave) ઘણાં સમય પછી પડતાં લોકો પણ ઠૂંઠવાયા છે. ગુજરાતના સૌથી ઠંડા પ્રદેશ નલિયામાં પારો દિવસેને દિવસે ગગડી રહ્યો છે. જ્યારે માઉન્ટ આબુમાં તો હિમાચલ પ્રદેશ જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે. ગુરુવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને દિવસેને દિવસે તાપમાનનો પારો વધુ ગગડતો જઈ રહ્યો છે. હજુ પણ આગામી 36 કલાક કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 12 ડિગ્રીએ ગગડતાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. રાજ્યમાં ઠંડીના આંકડા પર નજર કરીએ તો...
અમદાવાદ :ઉત્તર પૂર્વના પવનને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો ગગડી (cold wave in gujarat) રહ્યો છે. ગુજરાતમાં ડિસેમ્બરના અંતમાં કડકડતી ઠંડી (Coldwave) ઘણાં સમય પછી પડતાં લોકો પણ ઠૂંઠવાયા છે. ગુજરાતના સૌથી ઠંડા પ્રદેશ નલિયામાં પારો દિવસેને દિવસે ગગડી રહ્યો છે. જ્યારે માઉન્ટ આબુમાં તો હિમાચલ પ્રદેશ જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે. ગુરુવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને દિવસેને દિવસે તાપમાનનો પારો વધુ ગગડતો જઈ રહ્યો છે. હજુ પણ આગામી 36 કલાક કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 12 ડિગ્રીએ ગગડતાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. રાજ્યમાં ઠંડીના આંકડા પર નજર કરીએ તો...
બે દિવસ કોલ્ડવેવની આગાહી
ગુજરાતમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ ઠંડી રહેશે. આ બે પ્રાંતોમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરાઈ છે. તેમજ પોરબંદર, રાજકોટ, અમરેલી, કચ્છમાં 2 દિવસ ઠંડી વધશે. આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહિ થાય તેવું હવામાન ખાતાનું કહેવું છે. ...
- માઉન્ટ આબુ - માઈનસ 3 ડિગ્રી
- સૌથી નીચું તાપમાન ડીસા - 8.7 ડિગ્રી
- અમદાવાદ 12 ડિગ્રી
- નલિયા - 6 ડિગ્રી
- ભૂજ - 7.2 ડિગ્રી
- રાજકોટ - 8.3 ડિગ્રી
- સુરેન્દ્રનગર - 10 ડિગ્રી
- વડોદરા - 13.2 ડિગ્રી
- ગાંધીનગર - 10.8 ડિગ્રી
- ભાવનગર - 12 ડિગ્રી
- પોરબંદર - 9 ડિગ્રી
- સુરત - 13.8 ડિગ્રી
મંદિરોમાં પણ ભગવાનને રક્ષણ અપાયું
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે, ત્યારે ભગવાનના મંદિરોમાં પણ ખાસ આયોજન કરવામાં આવ્યા છે. ભગવાનને ઠંડી ન લાગે તે માટે મંદિરોમાં પણ હીટર મૂકવામાં આવ્યા છે. આ સાથે જ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને પણ ગરમ વસ્ત્રોનો પરિધાન કરવામાં આવ્યા છે. શિયાળામાં લોકોને ઠંડી લાગે છે ત્યારે તેમના ભક્તો ભગવાનને ઠંડી લાગે છે તેવો ભાવ રાખી વસ્ત્રોનો શણગાર કરાયો છે. તો સાથે સાથે સુંઠ, ઘી, ગોળ, કસ્તુરી, કેશર, બદામ,પીસ્તા અને કાજુનો પ્રસાદ ઠાકોરજીને ધરવામાં આવ્યો છે. મણિનગર સ્થિત કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન માટે હીટર મૂકવામાં આવ્યા છે. તો ભગવાનને પણ ગરમ વસ્ત્રો પરિધાન કરાવાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....