ગુજરાત : હિમવર્ષા અને બર્ફીલા પવનો કારણે સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાયું છે. નવા વર્ષના પ્રારંભથી ગુજરાતમાં ઠંડી વધશે તેવું હવામાન ખાતાનું કહેવું છે. 2થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે. તો બીજી તરફ, રાજસ્થાનના ઘણાં શહેરોમાં પારો શૂન્ય ડિગ્રી નીચે જતો રહ્યો છે. ઉત્તરીય રાજ્યોના ઠંડા પવનોને પગલે રાજધાની દિલ્હીમાં પણ ડિસેમ્બર 2013 બાદ સૌથી ઓછું 2.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


ભચાઉ અકસ્માત : એકસાથે 10 લોકોની અર્થી જોઈને હાજર દરેક વ્યક્તિ રડી પડી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર અને મધ્ય ભારતના મેદાની રાજ્યોમાં ગાત્રો ગાળી નાંખતી ઠંડી પડી રહી છે. રાજસ્થાનના 10 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે પહોંચી ગયુ છે, તો મધ્યપ્રદેશના 40 શહેરોમાં કાતિલ ઠંડીનો કહે યથાવત છે. હિમાલયની ઠંડીનું મોજુ ભારતના સંખ્યાબંધ મેદાની રાજ્યોને ધ્રુજાવી રહ્યું છે. મધ્યપ્રદેશના પંચમઢીમાં માઈનસ 2 અને ખજુરાહો તથા ઉમરિયામાં 1 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ભીલવાડા 0.6 ડિગ્રી સાથે મધ્યપ્રદેશનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. અલવરમાં 0.8 અને માઉન્ટ આબુમાં 1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો ઝારખંડમાં 49 વર્ષમાં પહેલી વાર પારો માઈનસમાં નોંધાયો હતો. પંજાબ અને હરિયાણામાં પણ કોલ્ડવેવ જોવા મળ્યુ હતો. પંજાબમાં સૌથી ઓછું માઈનસ 1.7 ડિગ્રી તાપમાન આદમપુરમાં નોંધાયું હતું. આગ્રામાં પણ 1.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 


અમદાવાદ: ચાઈનીસ દોરાથી કપાઈ ગઈ યુવકના ગળાની નસ, મદદ માટે બૂમ પાડી, પણ...


ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ છે કે, ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારત અવે પૂર્વ ભારતના રાજ્યોમાં હજુ બે દિવસ કોલ્ડવેવ જારી રહેશે. જેમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા બાદ કાતિલ ઠંડીમાંથી થોડી રાહત મળવાના અણસાર દેખાઈ રહ્યા છે. 


એક ક્લિક પર જાણો ગુજરાતના તમામ અપડેટ્સ