નવા વર્ષની ઉજવણી કરવાના હોય તો માંડી વાળજો, અમેરિકા જેવી કડકડતી ઠંડીની ગુજરાતમાં છે આગાહી
Coldwave In Gujarat : ગુજરાતમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડીનો અનુભવ... કચ્છનું નલિયા સૌથી ઠંડું શહેર... ગાંધીનગર અને ડીસામાં પણ ઠંડીનો પારો ડાઉન...
Coldwave In Gujarat : ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૃ થઇ ગયો છે. ગત રાત્રિએ ૮.૧ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું જ્યારે રાજકોટ- ભૂજમાં ૧૦ ડિગ્રીએ ઠંડીનો પારો રહ્યો છે. પરંતું જો તમે નવા વર્ષની ઉજવણી કરવાનો વિચાર કરતા હોવ તો માંડી વાળજો. કારણ કે, 31 ડિસેમ્બરે ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. હવામાન ખાતાની આગાહી મુજબ, 29 ડિસેમ્બર સુધી તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો થશે વધારો. 30 ડિસેમ્બરથી ઠંડીનું જોર ફરી વધી શકે. સૌથી ઓછું નલિયાનું 8 ડિગ્રી તાપમાન નોંધાયું. છે. અમદાવાદમાં 12થી 13 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે. જોકે રાહતના સમાચાર એ છે કે, હાલમાં રાજયમાં શીત લહેરની કોઈ આગાહી નહિ.
અમદાવાદમાં ૧૨.૯ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો વધારો નોંધાયો હતો જ્યારે દિવસનું મહત્તમ તાપમાન ૨૭.૬ ડિગ્રી હતું. આગામી ૩ દિવસ અમદાવાદમાં ૧૩ થી ૧૫ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ૪ થી ૬ જાન્યુઆરી દરમિયાન પારો ૧૦ ડિગ્રીથી નીચે જઇ શકે છે. ગત રાત્રિએ નલિયા ઉપરાંત રાજકોટ, ભૂજ, પાટણ, ડીસા, ગાંધીનગર, પોરબંદરમાં પણ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ કાતિલ ઠંડીની ઝપેટમાં છે. આગામી ૩-૪ દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.
આ પણ વાંચોઃ સ્પીકર બનાવો, રાજકારણ ખતમ કરી દો : શું શંકર ચૌધરી સાથે પણ રાજરમત રમાઈ?
હાલ ગુજરાત રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે અને રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલિયા ખાતે વર્તાઈ રહી છે. નલિયાનું લઘુતમ તાપમાન સિંગલ ડીઝીટમાં નોંધાઈ રહ્યું છે અને લોકો ઠુંઠવાઈ રહ્યા છે.
ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી?
શહેર ઠંડી
નલિયા ૮.૧
રાજકોટ ૧૦.૦
ભૂજ ૧૦.૦
પાટણ ૧૦.૪
ડીસા ૧૦.૪
ગાંધીનગર ૧૧.૪
પોરબંદર ૧૧.૬
અમદાવાદ ૧૨.૯
કંડલા ૧૩.૩
ભાવનગર ૧૩.૭
સુરત ૧૪.૬
વડોદરા ૧૫.૦
જમ્મુ-કાશ્મીર થીજી ગયું
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં બરફ વર્ષા થઇ. જેના લીધે ચારેતરફ બરફની ચાદર છવાઈ ગઈ. વૃક્ષો, મકાનો, રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ નજરે પડે છે. આ તરફ હવામાન વિભાગે પહેલગામમાં ઠંડીનો પારો માઈનસ 6 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. બરફ વર્ષાની અસર જનજીવન પર પડી હતી. લોકો ઠંડીમાં ઠુંઠવાઈ ગયા હતા. અને બહાર નીકળવાને બદલે ઘરમાં જ પૂરાઈ રહેવાનું પસંદ કર્યું હતું.
અમેરિકામાં આફત
તો બીજી તરફ, સદીનું સૌથી મોટું બરફનું તોફાન અમેરિકા માટે આફત બન્યું છે. ઘર, મકાન અને બજારોમાં ચાર ફૂટ બરફના થર જામ્યા છે. અમેરિકામાં ભારે હિમવર્ષાના તોફાનમાં અત્યાર સુધીમાં 60થી લોકોના મોત નોંધાયા છે. હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. ઘણા વિસ્તારોમાં 40 ઇંચ સુધીનો બરફ જામી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ન્યૂયોર્કમાં ઈમરજન્સી જાહેર કરી છે. હિમવર્ષાને કારણે બગડતી પરિસ્થિતિનો સામનો કરવામાં તમામ પ્રકારની મદદ કરાશે.
આ પણ વાંચોઃ ભરોસાની ભાજપ સરકાર પણ મંત્રીઓ પર નથી ભરોસો, ફફડાટને પગલે લેવાયા આ નિર્ણયો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube