ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આ સીઝનમાં અત્યાર સુધીના સૌથી કોલ્ડેસ્ટ ડેનો સામનો ગુજરાતીઓ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતીઓને હજુ બે દિવસ કાતિલ ઠંડી (coldwave) નો સામનો કરવો પડશે. ગુજરાતમાં હજુ 2 દિવસ સિવિયર કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આી છે. રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી કરાઈ છે. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીથી લોકો રીતસરના ઠૂઠવાયા (weather update) છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યનું સૌથી ઠંડુ શહેર કચ્છનું નલિયા રહ્યું છે. રાજ્યના 9 શહેરોનું તાપમાન 10 ડિગ્રી ( colddest day ) કરતાં ઓછું નોંધાયું છે. કચ્છના નલિયાનું તાપમાન 4 ડિગ્રી પર પહોંચી ગયું છે. પાટનગર ગાંધીનગરનું તાપમાન 8.2 ડિગ્રી નોંધાયું છે. તો નાગઢના કેશોદનું તાપમાન 8 ડિગ્રી નોંધાયું છે. ઉત્તર ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. બનાસકાંઠાના ડીસાનું તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદનું તાપમાન 9.9 ડિગ્રી નોંધાયું છે. વલસાડ, વિદ્યાનગરનું તાપમાન 10 ડિગ્રી નોંધાયું  છે.


ઠંડીનો ચમકારો વધતા લોકો વહેલી સવારથી જ લોકો વોક કરતા અને દોડતા નજરે પડી રહ્યા છે. આજે અમદાવાદનું તાપમાન 10 ડિગ્રીએ ( weather ) પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ 1 ફેબ્રુઆરી સુધી હાડ થીજવી નાખે તેવી ઠંડીનો અનુભવ થશે.