weather update

ગુજરાતમા બેવડી ઋતુનો ચમત્કાર, આ તારીખથી ઠંડીનું જોર વધશે

ગુજરાતમાં મોસમમાં બદલાવ નજર આવવા લાગ્યો છે. રાતમાં હળવી ઠંડી, તો દિવસે તડકો પરેશાન કરી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસા (gujarat rain) ની વિદાય થઈ ગઈ છે. આગામી સપ્તાહ સુધી ગુજરાતમાંથી ચોમાસુ એકદમ ગાયબ થઈ જશે. તેના બાદ મોસમમાં તેજીથી પરિવર્તન નજર આવવા લાગશે અને તાપમાનનો પારો ગગડવા માંડશે. હાલ દિવસે હળવી ગરમી અને રાતમાં ઠંડી (winter) ની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે આજે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગ (weather update) ની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે.  

Oct 17, 2021, 10:45 AM IST

kerala ભારે વરસાદના લીધે નદીઓ હાઇ લેવલ પર, અલગ-અલગ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર

કેરલમાં ઘણા ભાગોમાં મંગળવારે સતત ભારે વરસાદના લીધે નદીઓને અને ડેમમાં જળસ્તર વધી ગયું. ત્રિશૂર તથા કોઝિકોડના ઘણા ભાગમાંથી લોકોને નિકાળીને રાહત તથા પુનર્વાસ છાવણીમાં પહોંચાડવામાં આવ્યા જ્યારે મલ્લાપુરમાં બે બાળકીઓના મોત થયા છે.

Oct 13, 2021, 10:04 AM IST

Weather Update: OMG! ગુલાબ બાદ હવે શાહીન, આ 7 રાજ્યોમાં વાવાઝોડું મચાવશે ભારે તબાહી; 3 દિવસનું એલર્ટ

ગુજરાત અને બિહાર સહિત 7 રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. તેને લઇને ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જાહેર કર્યું છે અને આગાહી કરતા કહ્યું કે, આગામી 12 કલાકમાં વાવાઝોડું શાહીન (Cyclone Shaheen) મજબૂત થવાના અણસાર છે

Oct 1, 2021, 04:33 PM IST

ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, હવે નવરાત્રિમાં પણ નહિ આવે વરસાદ

ગુલાબ અને શાહીન વાવાઝોડાના કહેર બાદ આખરે ગુજરાત (gujarat rains) માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરતપણે વરસી રહેલા વરસાદે આખરે આજે બ્રેક લીધો છે. ત્યારે વરસાદ મામલે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. સાથે જ નવરાત્રિ (Navratri) પણ સારી જવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે.

Oct 1, 2021, 02:40 PM IST

Cyclone Gulab: આ રાજ્યો પર તોળાઈ રહ્યું છે ગુલાબ વાવાઝોડાનું જોખમ, IMD એ યલ્લો અલર્ટ જાહેર કરી

આ ચક્રવાતને ગુલાબ વાવાઝોડા (Cyclone Gulab) ના નામથી ઓળખવામાં આવશે. 

 

Sep 25, 2021, 02:31 PM IST

ભાવનગરમાં મીઠાના અગરોએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાંખ્યું

  • ભાવનગર જિલ્લાના ભાલ પંથકના ખેતરોમાં પાણી ભરાયાં

Sep 22, 2021, 08:23 AM IST

ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, આજથી ત્રણ દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના એક્સપર્ટસ અનુસાર, આજથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ (gujarat rain) ની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતમાં સારો વરસાદ રહેશે. 19 અને 20 સપ્ટેમ્બરના ફરી વરસાદ (heavy rain) નું જોર વધશે. ગુજરાતમાં હજી 20 ટકા વરસાદની ઘટ છે. જે આ ત્રણ દિવસમાં પૂરી થાય તેવી શક્યતા છે. 

Sep 19, 2021, 12:59 PM IST

Weather Update: દક્ષિણ,પશ્વિમ, ઉત્તર ભારતમાં આગામી 3 દિવસ પડશે ભારે વરસાદ, IMD એ આપી જાણકારી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે કહ્યું કે દક્ષિણ પશ્વિમ મોનસૂનને ફરીથી સક્રિય થવાની સાથે જ આગામી ત્રણ દિવસમાં દક્ષિણ, પશ્વિમ અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

Sep 5, 2021, 11:55 PM IST

ગોંડલમાં હરખની હેલી : ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં આવ્યું ધોડાપૂર

રાજકોટના ગોંડલ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ (gujarat rain) તૂટી પડ્યો છે. ગોંડલના દેરડી, સુલતાનપુર, કમઢીયા, સાજડિયાળી, ખીલોરી, મેતા ખંભાળિયા કેસવાળા સહિતના ગામોમાં ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે. આ સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. હજી પણ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ (monsoon) ચાલુ છે. જેથી લોકોમાં હરખની હેલી છવાઈ છે. 

Aug 20, 2021, 10:55 AM IST

ગુજરાતમાં બ્રેક બાદ મેહુલિયાનું ધમાકેદાર આગમન, અનેક જિલ્લામા વરસાદ પડ્યો

ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદનું પુનરાગમન થયુ છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગરમીમાંથી રાહત મળતા લોકો ઝૂમી ઉઠ્યા છે. અમદાવાદ, વડોદરા, ખેડા, પંચમહાલ, દાહોદમાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ (gujarat rain) તૂટી પડ્યો છે. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે ખેતીની પણ નવુ જીવન મળશે. 

Aug 18, 2021, 07:24 AM IST

ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, અંબાલાલ પટેલે કરી આગાહી

ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે. લગભગ એક મહિનાથી ગુજરાત (gujarat rain) માંથી વરસાદ ગાયબ છે. જેને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહ્યાં છે. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની તાતી જરૂરિયાત છે. ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમના માટે એક રાહતના સમાચાર આવ્યા છે.  ત્યારે આજે અને કાલે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા આગાહીકાર અંબાલાલ પટેલે (Ambalal Patel) વ્યક્ત કરી છે. 

Aug 14, 2021, 03:22 PM IST

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, ગુજરાતમાં આ તારીખ બાદ ફરી આવશે વરસાદ

ગુજરાતમાં 17 ઑગસ્ટ સુધી સારા વરસાદ (gujarat rain) માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ (rain) પડી શકે છે. હાલ ઓછા વરસાદને કારણે ગુજરાતના 4 ડેમ તળિયાઝાટક સ્થિતિમાં આવી ગયા છે. 

Aug 12, 2021, 10:31 AM IST

આખું ગુજરાત કોરું ધાકોર, 7 વર્ષનો સૌથી ઓછો વરસાદ પડ્યો, હજી પણ કોઈ આશા નથી

ગુજરાતમાં છેલ્લા 7 વર્ષનો સૌથી ઓછો વરસાદ પડ્યો છે અને હજુ 18 ઓગસ્ટ સુધી વરસાદ (monsoon) ની સંભાવના નથી. ગત વર્ષે આ સમય સુધીમાં સરેરાશ 17 ઈંચ વરસાદ સાથે 52 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો હતો, જ્યારે આ વખતે માત્ર 12 ઈંચ જ વરસાદ પડ્યો છે. ગુજરાત (gujarat rain) માં આ વર્ષે 44% વરસાદની ઘટ છે, તો વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં આ વર્ષે જૂનમાં 4.73 ઈંચ, જુલાઇમાં 6.95 જ્યારે 9 ઓગસ્ટ સુધીમાં માત્ર 0.30 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ, ગુજરાતમાં આ વખતે વરસાદનું પ્રમાણ ખૂબ જ સાધારણ રહ્યું છે.

Aug 10, 2021, 08:59 AM IST

રાજ્યમાં બે દિવસથી ગાયબ થયેલા વરસાદ અંગે શુ કહ્યું હવામાન વિભાગે...

  • રાજ્યમાં આજ દિન સુધી 35.84 ટકા જ વરસાદ પડ્યો છે
  • રાજ્યના તમામ જળાશયોમાં હાલ માત્ર 47.35 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે
  • કચ્છ અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં સૌથી ઓછું પાણી છે

Aug 3, 2021, 02:24 PM IST

Weather Update: Delhi માં વાતાવરણ બન્યું રંગીન, આજે આવી રહેશે અન્ય રાજ્યોની સ્થિતિ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જાહેર કરતાં કહ્યું કે આજે દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં વાવાઝોડા સાથે (Thunderstorm) હળવાથી ભારે વરસાદનું અનુમાન છે. 

Aug 1, 2021, 08:41 AM IST

Weather Update: આ રાજ્યોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, IMD એ અલર્ટ જાહેર કર્યું

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદે ખુબ તબાહી મચાવી છે અને મૂસળધાર વરસાદના કારણે અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારતીય હવામાન  વિજ્ઞાન વિભાગ (IMD)એ આગામી 48 કલાક માટે હિમાચલ પ્રદેશના ચાર જિલ્લા માટે રેડ અલર્ટ  (Red Alert for Rain) અને આઠ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ બહાર પાડી છે. 

Jul 30, 2021, 07:24 AM IST

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : 24 કલાકમાં 111 તાલુકામાં મેહુલિયો મન મૂકીને વરસ્યો

ગુજરાતમા હવે ચોમાસું જામ્યુ છે. મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. જેથી લોકો તથા ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમા મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની નદીઓમાં વરસાદથી ધોડાપૂર (heavy rain) આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ (gujarat rain) ના આંકડા પર નજર કરીએ તો, 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

Jul 20, 2021, 09:09 AM IST

Weather Updates: ઉત્તરાખંડમાં વાદળ ફાટતા 3 લોકોના મોત, મુંબઈ-દિલ્હીમાં હાલ બેહાલ, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ઉત્તરાખંડમાં વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. જ્યારે ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત થયા છે તથા રાહત અને બચાવકાર્ય એસડીઆરએફની ટીમ પણ લાગી છે. 

Jul 19, 2021, 10:31 AM IST

Rain In Gujarat: રાજ્યમાં 99 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરગામ અને વાપીમાં સવા 9 ઇંચ ખાબક્યો

રાજ્યમાં 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ સાથે જ ગુજરાતમાં ચોમાસું ફરીથી એક્ટિવ થયું છે. 

Jul 19, 2021, 09:10 AM IST

8.5 ઈંચ વરસાદથી ઉમરગામ પાણી પાણી, આખા તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ

સાડા આઠ ઈંચ વરસાદથી વલસાડ જિલ્લાનું ઉમરગામ પાણી પાણી થઈ ગયું છે. ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. તાલુકાના ભિલાડ અંડરપાસમાં પાણી ભરાયા છે. પાણી ભરવાના કારણે વાહન વ્યવહાર બંધ થયો છે. 

Jul 18, 2021, 11:56 AM IST