ગુજરાતીઓનું ફેવરિટ સ્થળ માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ 1.5 ડિગ્રી, આખું ગુજરાત ઠંડુઠંડું પડ્યું
રાજ્યમાં ઉત્તર-પૂર્વથી આવતા ઠંડા પવનોની સીધી અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચે નોંધાયુ છે. જ્યારે અનેક શહેરોમાં બેથી ત્રણ ડિગ્રી નીચે ઉતર્યું છે. અને આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ પણ ગગડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાડ થીજવતી ઠંડીએ લોકોને ઠૂંઠવ્યા છે. નલિયામાં સૌથી વધુ 4.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં લઘુત્તમ 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં પણ પારો 9.6 ડિગ્રીએ પહોંચ્યો છે. આજે પણ વહેલી સવારથી ઠંડા પવનનો મારો યથાવત્ જોવા મળ્યો હતો. હજી આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતા વ્યકત કરાઇ છે.
ગુજરાત : રાજ્યમાં ઉત્તર-પૂર્વથી આવતા ઠંડા પવનોની સીધી અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચે નોંધાયુ છે. જ્યારે અનેક શહેરોમાં બેથી ત્રણ ડિગ્રી નીચે ઉતર્યું છે. અને આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ પણ ગગડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાડ થીજવતી ઠંડીએ લોકોને ઠૂંઠવ્યા છે. નલિયામાં સૌથી વધુ 4.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં લઘુત્તમ 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં પણ પારો 9.6 ડિગ્રીએ પહોંચ્યો છે. આજે પણ વહેલી સવારથી ઠંડા પવનનો મારો યથાવત્ જોવા મળ્યો હતો. હજી આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતા વ્યકત કરાઇ છે.
માઉન્ટ આબુ ઠંડુગાર
બનાસકાંઠાને અડીને આવેલું રાજસ્થાનનું હિલસ્ટેશન માઉન્ટ આબુ ઠંડુગાર બન્યું છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન માઈનસ 1.5 ડિગ્રી પહોંચી ગયું છે. માઉન્ટ આબુમાં સતત તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. તો બીજી તરફ ઠંડી વધતા માઉન્ટ આબુમાં આવતા સહેલાણીઓ ઠૂંઠવાયા છે. હાડ થીજાવતી ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. ઠંડા પવનને કારણે માઉન્ટ આબુના અનેક વિસ્તારોમાં બરફની પાતળી પરત જામી જાય છે.
બુધવારે 5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું હતું. આગામી બે દિવસો દરમિયાન પણ રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવથી ઠંડીનો પારો વધવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1 ડિગ્રી ઘટીને 27.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2.5 ડિગ્રી ગગડીને 11.2 ડિગ્રી નોંધાયું હતું. એટલે કે, છેલ્લા બે દિવસ કરતાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવા છતાં બેઠી ઠંડીને લીધે લોકોએ દિવસ દરમિયાન ઠંડકનો અનુભવ કર્યો હતો. આગામી બે દિવસો દરમિયાન કોલ્ડવેવની અસરોથી ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે.
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનની અસરોથી ઓખાને બાદ કરતાં રાજ્યનાં તમામ શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. તેમાંય રાજ્યનાં 6 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે પહોંચતાં લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં 5.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ત્યારબાદ કંડલા એરપોર્ટ 6.8, ગાંધીનગર 7.2, ડીસા 8.5, અમરેલી 8.5, કંડલા પોર્ટમાં 9.4 ડિગ્રી તેમજ મહુવામાં 10.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસો દરમિયાન ગાંધીનગર, સુરત, વલસાડ, રાજકોટ, ભાવનગર, અમરેલી અને કચ્છનાં વિવિધ વિસ્તારોમાં કોલ્ડવેવથી ઠંડી વધવાની શક્યતા છે.