યોગીન દરજી, ખેડા: યાત્રાધામ ડાકોરમાં દર્શન વ્યવસ્થાને લઇ કલેક્ટર અને ડીએસપી સહિતના અધિકારીઓની કવાયત હાથ ધવામાં આવી હતી. ડાકોર મંદરી મેનેજમેન્ટ અને સ્થાનિક તંત્ર સાથે તાલમેલ સાધવા જિલ્લા કલેક્ટરે અને ડીએસપીએ ડાકોર દોડવું પડ્યું હતું. ડાકોર મંદિર બહારની વ્યવસ્થાનું કોઈ જ આયોજન ન હોતા સ્વયંસેવકો મુકવા તાકીદ કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અમદાવાદ સહિત રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ


ડાકોર મંદિર બહારની વ્યવસ્થા માટે મંદિર મેનેજમેન્ટ પોલીસ તંત્રને સ્વયંસેવકો આપવા ખાતરી આપી છે. રણછોડરાય મંદિર અંદર અને બહારની દર્શન વ્યવસ્થા અંગે સ્થળ નિરીક્ષણ કરી યોજના બનાવવા મંદિર મેનેજમેન્ટને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.


આ પણ વાંચો:- રાજકોટમાં સબંધોનો કરૂણ અંજામ, પુત્રએ વૃદ્ધ માતાને ઉતારી મોતને ઘાટ


સ્થાનિક અને અન્ય જિલ્લાના દર્શનાર્થીઓ દર્શન વ્યવસ્થા માટે યોગ્ય યોજના બનાવવા સૂચના આપવામાં આવી છે. દર્શન સમયે કોઈ દર્શનાર્થીઓને ધક્કો ન લાગે કે, કાંઈ તકલીફ ન પડે તે રીતે સુમેળ ભર્યા વ્યવહારે વર્તન રાખવા પણ તાકીદ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube