રાજકોટમાં સબંધોનો કરૂણ અંજામ, પુત્રએ વૃદ્ધ માતાને ઉતારી મોતને ઘાટ

રાજકોટમાં સબંધોનો કરૂણ અંજામ આવ્યો છે. ઘંટેશ્વર ગામ નજીક 25 વારીયા કવાર્ટરમાં રહેતા વૃદ્ધ માતાની તેનાં જ પુત્રએ ક્રુર હત્યા કરી હતી. પોલીસ તપાસમાં રીક્ષા ચાલક પુત્ર પાસે કોઇ કામ ન હોવાથી માતા પાસે રૂપીયાની માંગણી કરતો હતો. પરંતુ ઘરમાં રૂપીયા ન હોવાથી તેની માતાએ રૂપીયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રએ માતાને તીક્ષ્ણ ઘોકો ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

Updated By: Jun 8, 2020, 06:29 PM IST
રાજકોટમાં સબંધોનો કરૂણ અંજામ, પુત્રએ વૃદ્ધ માતાને ઉતારી મોતને ઘાટ

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટમાં સબંધોનો કરૂણ અંજામ આવ્યો છે. ઘંટેશ્વર ગામ નજીક 25 વારીયા કવાર્ટરમાં રહેતા વૃદ્ધ માતાની તેનાં જ પુત્રએ ક્રુર હત્યા કરી હતી. પોલીસ તપાસમાં રીક્ષા ચાલક પુત્ર પાસે કોઇ કામ ન હોવાથી માતા પાસે રૂપીયાની માંગણી કરતો હતો. પરંતુ ઘરમાં રૂપીયા ન હોવાથી તેની માતાએ રૂપીયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પુત્રએ માતાને તીક્ષ્ણ ઘોકો ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ પણ વાંચો:- રાજકોટ: આજી ડેમ ખાતે ઓવરબ્રિજની દીવાલ ધરાશયી, 2 લોકોના મોત, ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યાં

રાજકોટ પોલીસનાં સકંજામાં રહેલા આ શખ્સનું નામ છે પ્રકાશ રાઠોડ. આરોપી પ્રકાશ રાઠોડ પર આરોપ છે તેની જ સગી વૃદ્ધ માતાને મોતને ઘાટ ઉતારવાનો. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, રવિવારે મોડી રાત્રે રાજકોટનાં ધંટેશ્વર ગામ નજીક આવેલા 25 વારીયા કવાર્ટરમાં રહેતા વિધવા વૃદ્ધ શેઠાણીબેન રાઠોડ ઘરમાં લોહિલુહાણ હાલતમાં હતા.

આ પણ વાંચો:- રાજકોટ: આજથી કાગવડનું ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાયું

પાડોશમાં રહેતા પુત્ર મિથુન અને અરવિંદને જાણ થતા માતાને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ગાંધીગ્રામ પોલીસને જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં વૃદ્ધાનાં પુત્ર પ્રકાશ રાઠોડે જ તેને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:- ગુજરાતમાં શ્રીકાર વર્ષા: સૌરાષ્ટ્રમાં પાંચ દિવસથી તો મધ્ય ગુજરાતમાં 3 દિવસથી તબક્કાવાર વરસાદ

પોલીસનાં કહેવા મુજબ, આરોપી પ્રકાશ રાઠોડ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો..છેલ્લા થોડા દિવસો થી કામકાજ સરખું ચાલતું ન હોવાથી ઘરે થી રૂપીયાની માંગણી કરતો હતો..જોકે માતાએ રૂપીયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પ્રકાશે તેની માતાને ઘારદાર લાકડાનો ધોકો ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હાલ પોલીસે આરોપી પ્રકાશ રાઠોડની ધરપકડ કરી કોરોના ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચો:- રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય જે રિસોર્ટમાં રોકાયા તેના સામે ફરિયાદ, અમિત ચાવડાએ આપ્યું નિવેદન

હાલ તો પોલીસે હત્યારા પુત્ર પ્રકાશને જેલનાં સળીયા ગણતો કરી દીધો છે...જોકે રૂપીયા નહિં આપતા માતાને મોતને ઘાટ ઉતારીને પ્રકાશે સબંધોની હત્યા કરતા ચકચાર મચી છે...ત્યારે હવે પોલીસ તપાસમાં હત્યા પાછળનું કારણ રૂપીયા નહિં આપવાનું જ છે કે અન્ય કોઇ કારણ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube