રક્ષિત પંડ્યા/રાજકોટ :મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના રાજકોટ (Rajkot) માં રહેતા માસિયાઈ ભાઈ અનિલ સંઘવીને શ્વાસની તકલીફને કારણે ગત 4 ઓક્ટોબરના મોત નિપજ્યું હતું. અનિલભાઈને શ્વાસની તકલીફ થતા પરિવાર દ્વારા તાત્કાલિક ૧૦૮ સેવા (108 Ambulance) ને લેન્ડલાઇન પરથી ફોન કરી બોલાવવામાં આવી હતી. પરંતુ 108 એમ્બ્યુલન્સ સર્વિસ મોડી આવતા અનિલભાઈને સમયસર સારવાર મળી ન હતી, જેથી તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે જ્યારે સીએમ રાજકોટ આવ્યા ત્યારે પરિવારજનોને આશ્વાસન આપવા ગયા હતા, ત્યારે પરિવારજનો દ્વારા સીએમને 108 એમ્બ્યુલન્સ આવી હોવાનું જણાવતા સીએમએ તાત્કાલિક કલેક્ટરને તપાસના આદેશ આપ્યા હતા. 


પોરબંદર : વિજ્ઞાન જાથાએ પરપ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો પાડ્યો, વિધીના નામે લોકોને લૂંટતો હતો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે કલેક્ટરની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, 108ના સોફ્ટવેર મુજબ જે લેન્ડમાર્ક બતાવવામાં આવ્યું હતું, તે લેન્ડમાર્ક રાજકોટમાં બે સ્થળ પર હતું. જેથી ઓપરેટર દ્વારા અન્ય લેન્ડમાર્ક તરફ 108 લઇ જવામાં આવી હતી. જેથી એડ્રેસ સુધી પહોચવામાં મોડું થયું હતું. બીજી તરફ યોગ્ય સમયે 108ને એડ્રેસ નહિ મળતા 108ના કર્મચારી દ્વારા જે લેન્ડલાઈન નંબર પરથી ફોન આવ્યો હતો, તે નંબર પર 13 વાર રિટર્ન ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ કારણોસર ફોન ન લાગતા 108 એમ્બ્યુલન્સને અનિલભાઈના ઘર પર પહોચવામાં મોડું થયું હતું. 


ગુજરાતમાં દારૂબંધી : છોટાઉદેપુરના ડ્રાઈવર-કંડક્ટરે નશામાં બેફામ થઈને કરી નાંખી મોટી ભૂલ


રાજકોટ જિલ્લાના કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે, ફોન કરનાર વ્યક્તિએ મોદી સ્કુલ લેન્ડમાર્ક તરીકે કહ્યું હતું, જે ઇશ્લરિયામાં આવેલી છે. તેમના વિસ્તાર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે વી. જે મોદી સ્કૂલ છે. સૌરાષ્ટ્ર કલા કેન્દ્રથી ફોન કરવામાં આવ્યો હતો અને 108ની જે વાન ગઇ તે મટોડામાંથી મોકલવામાં આવી હતી. 108ને 6.40 કલાકે કોલ મળ્યો હતો અને 6.46 એમ્બ્યુલન્સ નીકળી ગઇ હતી. આ બધુ થઇને 7.21 કલાકે પાછી આવી ગઇ હતી. એટલે કુલ 39 મિનિટમાં પાછી આવી ગઇ હતી.


દશેરાએ ખાસ પ્રકારના ગરબા કરીને પોતાની માનતા પૂરી કરે છે આ ગામના લોકો 


જોકે સમગ્ર મામલે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, સોફ્ટવેરમાં ગુગલ મેપનો ઉપયોગ કરવામાં આવે છે, તે ઓટોલોકેટ હોય છે. જેથી શહેરમાં બે લેન્ડમાર્ક સરખા હોવાથી આવો બનાવ બન્યો હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં આમે આવ્યું હતું. જોકે આ મામલે હવે કલેક્ટર દ્વારા ગાંધીનગરમાં પ્રાથમિક રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે અને હવે ઊંડાણપૂર્વકની તપાસ આરોગ્ય વિભાગને સોપવામાં આવી છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :