પોરબંદર : વિજ્ઞાન જાથાએ પરપ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો પાડ્યો, વિધીના નામે લોકોને લૂંટતો હતો

‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે...’ આ કહેવત અનેકવાર સાચી સાબિત થઈ છે. જ્યોતિષ (Jyotish) બતાવવા, નસીબ ચમકાવી આપવા વગેરે જેવા જાતજાતના પ્રલોભનો આપીને લોકોને લૂંટવામાં આવે છે. તાજેતરમાં જ રૂપાલની ઢબુડી માતા (Dhabudi Mata) નો કિસ્સો તાજો છે, ત્યાં પોરબંદર (Porbandar) માં પરપ્રાંતીય જ્યોતિષનો પર્દાફાશ થયો છે. ભારત જન વિજ્ઞાન જાથા (Vigyan Jatha) દ્વારા પર પ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો કરાયો છે.
પોરબંદર : વિજ્ઞાન જાથાએ પરપ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો પાડ્યો, વિધીના નામે લોકોને લૂંટતો હતો

અજય શીલુ/પોરબંદર : ‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે...’ આ કહેવત અનેકવાર સાચી સાબિત થઈ છે. જ્યોતિષ (Jyotish) બતાવવા, નસીબ ચમકાવી આપવા વગેરે જેવા જાતજાતના પ્રલોભનો આપીને લોકોને લૂંટવામાં આવે છે. તાજેતરમાં જ રૂપાલની ઢબુડી માતા (Dhabudi Mata) નો કિસ્સો તાજો છે, ત્યાં પોરબંદર (Porbandar) માં પરપ્રાંતીય જ્યોતિષનો પર્દાફાશ થયો છે. ભારત જન વિજ્ઞાન જાથા (Vigyan Jatha) દ્વારા પર પ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો કરાયો છે.

વિજ્ઞાન જાથા દ્વારા પોરબંદરમાં કાલ ભૈરવ મસાણીયા નામના જ્યોતિષને છટકું ગોઠવી ઝડપી પડાયો છે. આ વ્યક્તિ પોરબંદરના રાણાવાવ વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેતો હતો. તથા સ્થાનિક લોકો સાથે વિધિ-વિધાનના નામે છેતરપિંડી કરતો હતો. આ જ્યોતિષ વિધીના નામે લોકો પાસેથી રૂપિયા 500થી લઈને 31 હજાર સુધી વસૂલતો હતો. 

ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા આ પર પ્રાંતીય જ્યોતિષની પોલ ખુલ્લી પડાઈ હતી અને તે કેવી રીતે લોકોને છેતરતો હતો તે બહાર લાવવામાં આવ્યું હતું. શત્રુનાશ, વિદેશભ્રમણ, ઘર કંકાસ દૂર કરવાના નામે આ જ્યોતિષ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેતો હતો. આ ઢોંગી જ્યોતિષને પકડીને રાણાવાવ પોલીસને હવાલે કરાયો હતો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news