ઉત્તરથી ફૂંકાયેલા ઠંડા પવનોએ ગુજરાતે ઠાર્યું, શીતલહેરની હવામાન વિભાગની આગાહી
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાએ સમગ્ર રાજ્ય સહિત ગુજરાતને ઠૂંઠવી (coldwave in gujarat) નાંખ્યું છે. હાલ પણ ઉત્તર ભારતમાં એટલી જ હિમવર્ષા ચાલુ છે, ત્યારે ગુજરાતમાં ઠંડીથી કોઈ રાહત મળી નથી. ગુજરાતના અનેક શહેરોના તાપમાનમાં એકથી 2 ડિગ્રી જેટલો વધારો થયો છે. તો બીજી તરફ નેપાળ, ઉત્તરાખંડ, જમ્મુ, હિમાચલવાસીઓને ઠંડીથી કોઈ રાહત મળી નથી. જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) માં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ઉત્તર ભારતમાં ઠંડીનું જોર યથાવત છે. ઉત્તરાખંડ અને હિમાચલના અનેક શહેરોનું તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે. તો ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ભૂજ, નલિયા અને રાજકોટમાં 9 ડિગ્રી, અમરેલીમાં નોંધાયું 10 ડિગ્રી તાપમાન.. 8 દિવસ શીતલહેરનો દોર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી કરાઈ છે.
અમદાવાદ :ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાએ સમગ્ર ઉત્તર ભારત સહિત ગુજરાતને ઠૂંઠવી (coldwave in gujarat) નાંખ્યું છે. હાલ પણ ઉત્તર ભારતમાં એટલી જ હિમવર્ષા ચાલુ છે, ત્યારે ગુજરાતમાં ઠંડીથી કોઈ રાહત મળી નથી. ગુજરાતના અનેક શહેરોના તાપમાનમાં એકથી 2 ડિગ્રી જેટલો વધારો થયો છે. તો બીજી તરફ નેપાળ, ઉત્તરાખંડ, જમ્મુ, હિમાચલવાસીઓને ઠંડીથી કોઈ રાહત મળી નથી. જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) માં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ઉત્તર ભારતમાં ઠંડીનું જોર યથાવત છે. ઉત્તરાખંડ અને હિમાચલના અનેક શહેરોનું તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે. તો ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ભૂજ, નલિયા અને રાજકોટમાં 9 ડિગ્રી, અમરેલીમાં નોંધાયું 10 ડિગ્રી તાપમાન.. 8 દિવસ શીતલહેરનો દોર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી કરાઈ છે.
ક્યાં કેટલું તાપમાન
- અમદાવાદ 13.5 ડિગ્રી
- નલિયા, ભૂજ અને રાજકોટ 9 ડિગ્રી
- ડીસા 11.8 ડિગ્રી
- ગાંધીનગર 11 ડિગ્રી
- વડોદરા 11.8 ડિગ્રી
- સુરત 14.5 ડિગ્રી
- ભાવનગર અને પોરબંદર 13.4 ડિગ્રી
શુક્રવારના દિવસે ભૂજ, નલિયા અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે હાલ અમદાવાદ સહિત અનેક શહેરોમાં દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. તો રાત્રે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળે છે. આવામાં લોકોને ફરજિયાત ગરમ કપડા પહેરીને રહેવુ પડે છે. ડિસેમ્બર મહિનાના અંત બાદથી રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ત્યારે ગાત્રો થીજવતી ઠંડીથી હાલ ક્યાંય રાહત મળે તેવું લાગતુ નથી.
સૌથી ઠંડુ શહેર બન્યું ભૂજ
ભૂજ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. કાતિલ ઠંડીના કારણે કચ્છનું જનજીવન ખોરવાયું છે. સમગ્ર જિલ્લામાં રેકોર્ડબ્રેક ઠંડી નોંધાઈ છે. જિલ્લાના મુખ્યમથક ભૂજ 2020મા રાજયમાં સૌથી વધુ ઠંડુનગર બની ગયું છે. અતિશય ઠંડીને પગલે જનજીવન ધ્રુજી ઉઠયું છે. નાના મોટા દરેક જીવની હાલત કફોડી બની ગઈ છે. તેમાં પણ ગરીબ અને પશુપંખીઓ નિઃસહાય સ્થિતિમાં આવી ગયા છે. ત્યારે હવામાન વિભાગે હજુ 8 દિવસ જિલ્લામાં શીતલહેરનો આ દોર યથાવત રહેશે એવી આગાહી કરી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ધુમ્મસ છવાયું
હાલ ન્યૂ યરનુ વેકેશન હોવાથી તથા ઠંડીની સીઝનમાં મોટાભાગના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ફરવાની વાટ પકડી રહ્યાં છે. ત્યારે આવામાં નર્મદા જિલ્લામાં પારો 13 ડિગ્રીએ પહોંચી જતા ઠંડીમાં વધારો થયો છે. રાજપીપલા શહેર સહિત જિલ્લામાં ધુમ્મસને કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. ઝીરો વિઝીબિલિટીને કારણે અકસ્માતનો ભય છે. તો બીજી તરફ, વાહનવ્યવહારને અસર પણ પડી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....