અજય શિલુ/પોરબંદર : દેશના યુવાઓમાં સાહસ અને શોર્યનો સંચાર કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના ઘુઘવાતા સમુદ્રમાં બે દિવસીય ચાલનાર આ રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ સ્પર્ધામાં રાજ્ય સહીત દેશભરના 600થી વધુ સ્પર્ધકોએ પોતાનુ તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: ઓમિક્રોનનાં 19 સહિત કુલ 6275 નવા કેસ, 1263 રિકવર થયા


પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્રારા સમુદ્ર તરણ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ છે. છેલ્લા 22 વર્ષથી યોજાઈ રહેલ આ સમુદ્ર તરણ સ્પર્ધાને સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાની પણ માન્યતા મળી હોવાથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ દિલ્હી ખાતેથી ફેડરેશનની ટીમે પોરબંદરમાં યોજાયેલ આ તરણ સ્પર્ધાને ઈન્ટરનેશલ નિયમો મુજબ જજ કરી છે. દેશભરમાંથી 600થી વધુ સ્પર્ધકોએ આ તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. પ્રથમ દીવસે નેશનલ લેવલની 10 કીલોમીટર તેમજ પેરા સ્વીમરો માટે 5 કીલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી. આ તરણ સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ 108 બોટ સહિત સ્થાનિક માછીમારો દ્વારા સતત રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 


પતિએ પોતાની પત્ની સાથે કર્યું એવું કામ કે પછી તો નણદોઇ સહિત આખા પરિવારની લાઇન લાગી...


દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાથી આટલી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ આ સમુદ્ર તરણ સ્પર્ઘામા ભાગ લીધો હોવાથી આ સ્પર્ધાના આયોજકોમાં પણ ખુશી જોવા મળી હતી. શૌર્યના પ્રતિક સમાન આ સમુદ્ર સ્પર્ધામાં ખાસ ઉપસ્થિત રહી ફ્લેગ ઓફ કરનાર ભારતીય નેવીના ફે્લગ ઓફિસરે પણ આ સ્પર્ધાને બિરદાવતી યુવાઓ ખાસ આમા ભાગ લે તેવી અપીલ કરી હતી.


પોલીસ કમિશ્નરનું જાહેરનામું ખાસ વાંચી લેજો નહી તો ઉતરાયણ પોલીસ સ્ટેશનમાં ઉજવવી પડશે


મહદંશે તરવૈયાઓ જ્યારે ઘુઘવતા સમુદ્રમા તરે છે ત્યારે થોડે અંશે તેઓમાં ડર રહેતો હોય છે, ત્યારે પોરબંદરમાં તો બાળકોથી લઇ વૃદ્ધ સુધી તમામ વયના લોકો દરિયા સામે બાથ ભીડતા જોવા મળ્યા હતા. પુનેથી આવેલ સ્પર્ધકે માત્ર 28 મિનિટમાં 2 કિલોમીટરની સ્પર્ધા પુરી કરી પ્રથમ નંબર મેળવ્યો હતો. તો પોરબંદરમા પોલીસ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા પીઆઇ એચ એલ આહીર પણ દર વર્ષની જેમ આ વખતે પણ સ્પર્ધામા ભાગ લઇ યુવાઓને પણ પ્રોત્સાહન આપતા જોવા મળ્યા હતા.


ફિલ્મોને પણ ટક્કર મારે તેવા દ્રશ્યો પાકિસ્તાન બોર્ડર પર સર્જાયા, 10 શંકાસ્પદ માછીમારોને ઝડપી લેવાયા


આ પ્રકારની સમુદ્ર તરણ સ્પર્ઘા આપણે ત્યા ખુબજ મર્યાદીત પ્રમાણમાં યોજાઈ રહી છે. ત્યારે પોરબંદરની શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી સમુદ્ર તરણ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. તે બિરદાવવા લાયક છે. ત્યારે સરકાર પણ આવી તરણ સ્પર્ધાને પુરુ પ્રોત્સાહન આપે તો ચોક્કસ અનેક તરવૈયાઓ તેમની પ્રતિભા બતાવવાની તક મળી શકે તેમ છે તો સાથે જ યુવાઓને તરણ કૌશલ્ય શીખવી શકે તેવા સ્વિમિંગ કોચની પણ પોરબંદર સહીતના સ્થળે નિમણુંક કરવામાં આવે તો વધુ યુવાઓને સ્વિમિંગ શીખવાનો લાભ મળી શકે તેમ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube