ખંભાતના રમખાણોમાં મોટો ખુલાસો, રામનવમીના જુલુસ પર પથ્થરમારો કરવા બહારથી લોકો બોલાવાયા હતા
communal clash in Gujarat : તપાસ એજન્સીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. જે દિવસ શોભાયાત્રાની મંજૂરી મળી તે દિવસે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે ખંભાતની બહારથી લોકો બોલાવવામાં આવ્યા હતા
ઉદય રંજન/અમદાવાદ :રામનવમી પર ખંભાતમાં થયેલા તોફાનો પણ એક ષડયંત્ર હતું. ગુજરાત પોલીસે આ મોટો ખુલાસો થયો છે. 3 મૌલવી અને 2 શખ્સોએ પહેલાથી જ આ ષડયંત્ર કર્યું હતું. મુસ્તકીમ મૌલવી, મતીન અને મોહસિન ષડયંત્રના આરોપીઓ છે. રઝાર અયૂબ, હુસૈન હાશમશા દીવાન પણ આ ષડયંત્રનો ભાગ રહ્યા હતા. તેમના પર પથ્થરમારો કરવાનો અને આગજની માટે લોકોને ઉકસાવવાનો આરોપ છે. આ લોકોનું ષડયંત્ર રામનવમીની શોભાયાત્રાના સમયે જ પથ્થમારો કરવાનું હતું. ખંભાતના થયેલા તોફાનોમાં એક શખ્સનું મોત થયું હતું જ્યારે અનેક ઘાયલ થયા હતા.
બહારથી લોકોને બોલાવાયા હતા
તપાસ એજન્સીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. જે દિવસ શોભાયાત્રાની મંજૂરી મળી તે દિવસે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે ખંભાતની બહારથી લોકો બોલાવવામાં આવ્યા હતા. આ ષડયંત્રમાં સામેલ તમામ લોકોએ પાંચ-પાંચ લોકોને બોલાવ્યા હતા. શોભાયાત્રાના આગળના દિવસે તમામ લોકો પહોંચી ગયા હતા. સાથે જ પથ્થર અને અન્ય સામાન ભેગો કરવામાં આવ્યો હતો. મસ્જિદની પાસે જ્યારે શોભાયાત્રા નિકળી ત્યારે જ પથ્થરમારો કરવાનું સૌને સમજાવવામાં આવ્યું હતું. જેના પર અમલ પણ કરવામાં આવ્યો. પહેલા પથ્થરમારો અને બાદમાં આગજની કરવામાં આવી.
આ પણ વાંચો : નડિયાદના બહુચર્ચિત તાન્યા મર્ડર કેસનો આજે ચુકાદો, 7 વર્ષની તાન્યાની મહી નદીમાં 70 ફૂટ ઊંચેથી ફેંકીને હત્યા કરાઈ હતી
કંઈ નહિ થાય તેવો ભરોસો અપાવાયો
આ ષડયંત્રમાં સામેલ લોકોને એવો પણ ભરોસો અપાવવામાં આવ્યો હતો કે, તેમને કાંઈ નહીં થાય. કાંઈ થશે તો કાયદાકીય મદદ પણ આપવામાં આવશે. પોલીસે તમામ ઘટના અને પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ કરી રહી છે. મહત્વનું છે કે, રામનવમીના દિવસે ગુજરાત સહિત દેશમાં હિંસા અને તોફાનો થયા હતા. શહેરમાં થયેલા તોફાનો મામલે પણ મોટો ખુલાસો થયો છે. સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનો પ્રયાસ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં બેસીને સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : સુરતમાં દીકરીઓ સલામત નથી, માતા પાસે સૂઈ રહેલી 5 વર્ષની બાળકીને ઉપાડી જઈ હત્યા, દુષ્કર્મની શંકા
આજે શ્રીકૃષ્ણ-રુકમણીના લગ્ન, માધવપુરવાસીઓ જાનૈયા બનશે, હજારો વર્ષોની પરંપરા પાછળ છે ભવ્ય ઈતિહાસ
બુલેટ ટ્રેનને લઈને મોટા અપડેટ, બસ આ વર્ષથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી થઈ જશે