કેવી રીતે ઉજવશો તહેવારો? આજથી ફરી વધ્યા ખાદ્ય તેલના ભાવ, જાણો ડબ્બે કેટલા થયા

કપાસિયા તેલમાં એક સપ્તાહમાં ડબ્બે 75નો વધારો તો પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે. જી હા...કપાસિયા તેલનો ડબ્બો 1790થી વધીને 1885 થયો છે તો પામોલીન તેલનો ડબ્બો 1,605થી વધીને 1685 થયો છે.

કેવી રીતે ઉજવશો તહેવારો? આજથી ફરી વધ્યા ખાદ્ય તેલના ભાવ, જાણો ડબ્બે કેટલા થયા

Groundnut Oil Prices રાજકોટ : ફરી એકવાર ગૃહિણીઓને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. રાજકોટમાં સીંગતેલ સિવાય કપાસિયા અને પામોલીન તેલમાં વધારો થયો છે. કપાસિયા તેલમાં એક સપ્તાહમાં ડબ્બે 75નો વધારો તો પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે. જી હા...કપાસિયા તેલનો ડબ્બો 1790થી વધીને 1885 થયો છે તો પામોલીન તેલનો ડબ્બો 1,605થી વધીને 1685 થયો છે. રાયડાના તેલમાં પણ રૂપિયા 50નો ભાવ વધારો તો કોપરેલમાં 120 રૂપિયાનો ભાવ વધારો થયો છે.

વરસાદથી તેલીબીયા પાકો અને નુકસાનીના અંદાજને લઈને ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે તેલીબીયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. રાજકોટ એડિબલ ઓઇલ એસોસિયેશનના પ્રમુખ કિરીટભાઈ શાહનું આ વિશે નિવેદન પણ સામે આવ્યું છે. રાજ્યમાં આ વર્ષે કપાસનું વાવેતર ઘટ્યું અને મગફળીનું વાવેતર વધ્યું છે. કપાસના ઓછા ઉત્પાદનના પગલે ભાવમાં ઘટાડો થયો છે. ગુલાબી પિયરના કારણે આ વર્ષે ખેડૂતોએ કપાસનું ઓછું વાવેતર કર્યું છે.

વરસાદથી તેલિબિયા પાકો અને નુકસાનીના અંદાજને લઈને ભાવમાં સતત વધારો થયો છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે તેલિબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે.

મગફળીના પાક પર વરસાદે પાણી ફેરવ્યું
સૌરાષ્ટ્રમાં આવેલ ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. સારા વરસાદના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. જો કે,સતત વરસાદના કારણે મગફળીના પાકમાં રોગ આવી જતા મગફળીનો પાક પીળો થતો જોવા મળી રહ્યો છે. મગફળીમાં મુંડા આવવાના કારણે મગફળી પીળાશ પડતી થવા લાગે છે અને આખરે મગફળીનો છોડ સુકાઈને નષ્ટ થઈ જાય છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવે છે. મગફળીના પાક પર અસર થવાથી આગામી સમયમાં તેલના ભાવમાં હજી ભડકો થાય તેવી શક્યતા વધારે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news