Vadodara News વડોદરા : ગણપતિ ઉત્સવને હવે ગણતરીના દિવસો છે, ત્યાં વડોદરામાં પથ્થરમારાની ઘટના બની છે. ગુરુવારે રાત્રે વડોદરામાં શ્રીજીની આગમન યાત્રા પર પથ્થરમારો થયો હતો. શહેરના ગોરવા મધુનગર રોડ પર આ ઘટના બની હતી. ડીજે સાથે વાજતે ગાજતે જતી શ્રીજીની આગમન યાત્રા પર વિધર્મીઓએ પથ્થરમારો કર્યો હતો. આ જૂથ અથડામણ બાદ વડોદરા શહેર પોલીસ દોડતી થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


સાતમ પર ઠંડુ જમવાની પ્રથા કેવી રીતે પડી, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો


  • બંને જૂથ સામસામે આવી જતાં સ્થિતિ વણસી

  • બંને જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કર્યો 

  • જૂથ અથડામણમાં અનેક વાહનોમાં તોડફોડ કરાઈ 

  • પોલીસની હાજરીમાં જ પથ્થરમારાની ઘટના બની

  • પોલીસે મહામહેમતે સ્થિતિ પર કાબી મેળવ્યો

  • હાલ ગોરવા વિસ્તારમાં અજંપાભરી શાંતિનો માહોલ


જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, પોલીસનો બંદોબસ્ત હોવા છતાં પથ્થરમારાની ઘટના બની હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોચી સ્થિતિને કાબૂમાં લીધી હતી. ઘટના બાદ વિસ્તારમાં અજંપાભરી શાંતિ જોવા મળી છે. 


લસણ ફરી મોંઘું થયું! માંગ વધતા માત્ર ચાર દિવસમાં થયો તોતિંગ ભાવ વધારો