ઉદય રંજન/અમદાવાદ: તેરા તુજકો અર્પણ અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય એસ.પી એ ચોરાઈ ગયેલ વસ્તુઓ લોકોને પરત સોપી છે. જેમાં મોબાઈલ, બાઈક અને સોના ચાંદીના દાગીના તથા સાયબર ફોર્ડમાં છેતરપિંડીમાં ગયેલ રોકડ રૂપિયા લોકોને પરત કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસ શાંત...પછી ધોધમાર! વધુ એક સિસ્ટમ શું ગુજરાતને કરશે તહસનહસ! અંબાલાલનો ધડાકો!


બોપલ ખાતે અમદાવાદ ગ્રામ્ય એસ.પી ઓમ પ્રકાશ જાટ અને ડીવાયએસપી નીલમ ગોસ્વામીની આગેવાનીમાં તેરા તુજકો અર્પણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાહન, મોબાઈલ અને કિંમતી વસ્તુઓની ચોરી થયેલા લોકોને પોતાની વસ્તુઓ પરત આપવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્યમાં આવતા તમામ પોલીસ સ્ટેશન ગુમ કે ચોરીના કુલ 2.17 કરોડનો મુદ્દામાલ પરત માલિકને આપ્યા છે.


VIDEO: અમદાવાદની ખ્યાતનામ હોટલના સાંભારમાંથી નીકળ્યો વંદો; 5 સ્ટાર હોટલની વાનગી ખાતા


ધોળકા ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનના 1.73 કરોડ નો મુદ્દામાલ, સાણંદ ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનનો 70.76 લાખનો મુદ્દામાલ અને વિરમગામ ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનનો 27.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ લોકોને સોંપ્યો છે. અનેક લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો. 


આ છે કોંગ્રેસની દારૂવાદી વિચારધારા! પૂર્વ કોર્પોરેટર રસ્તા પર લથડિયા ખાતા ઝડપાયા


જોકે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પરત આવતા અનેક ગરીબ પરિવારને ચોરીના રોકડ રૂપિયા પરત મળતા તેમને પોતાની ખુશી વ્યક્ત કરી છે.