શું આ છે કોંગ્રેસની દારૂવાદી વિચારધારા! બોટાદના પૂર્વ કોર્પોરેટર રસ્તા પર લથડિયા ખાતા ઝડપાયા

બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ ડેરવાળીયા નશાની હાલતમાં રસ્તા પર લથડિયા ખાતા ઝડપાતા ખળભળાટ મચી જવો પામ્યો છે. આ સમગ્ર ઘટના બોટાદ ટાઉન પો.સ્ટેમાં નોંધાઈ છે અને પ્રોહીબિશન કલમ-66(1)બી મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. 

શું આ છે કોંગ્રેસની દારૂવાદી વિચારધારા! બોટાદના પૂર્વ કોર્પોરેટર રસ્તા પર લથડિયા ખાતા ઝડપાયા

ઝી બ્યુરો/બોટાદ: બોટાદની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. બોટાદ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ ડેરવાળીયા નશાની હાલતમાં રસ્તા પર લથડિયા ખાતા ઝડપાતા ખળભળાટ મચી જવો પામ્યો છે. આ સમગ્ર ઘટના બોટાદ ટાઉન પો.સ્ટેમાં નોંધાઈ છે અને પ્રોહીબિશન કલમ-66(1)બી મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. 

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, 29/07/2024 ના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન બોટાદ સહકારના રેલ્વે વસાહત પાસે એક ઇસમ જાહેરમાં રોડ ઉપર લથડીયા ખાતો જોવો મળ્યો હતો. આ શખ્સને રોકી ચેક કરતાં તેણે કેફી પીણું પીધેલાની તીવ્ર વાસ આવતા ઇસમ પાસે દારૂ પીવા અંગેનુ પાસ પરમીટ માંગતા તેણે પોતાની પાસે નહી હોવાનું જાણવા મળ્યું હતું. 

પોલીસે વધુ તપાસ કરતાં આ વ્યક્તિ કોંગ્રેસ પક્ષના સક્રિય કાર્યકર અને કોંગ્રેસના નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઈ ઠાકરશીભાઈ ડેરવાળીયા હોવાનું ખૂલ્યું હતું. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ ડેરવાળીયા રહે-બોટાદ ખારામાં સહકારના પુલની બાજુમાં પછાત વર્ગ સોસાયટી, તા.જી. બોટાદ હોવાનું ખુલ્યું હતું. જેમના વિરૂધ્ધ બોટાદ ટાઉન પો.સ્ટેમાં પ્રોહીબિશન કલમ-66(1)બી મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news