ચેતન પટેલ, સુરત : સુરતના ડે. મેયર નીરવ શાહ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં કુલ 17 લોકો વિરૂદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હકીકતમાં મુંગા પશુઓના ઘાસચારા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં લોકોએ ભેગા થઈને લોકડાઉનનો ભંગ કર્યો હતો. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર નિરવ શાહ સહિતના 50 લોકો સમુહમાં જૈન આચાર્યના દર્શન કરવા ભેગા થતાં વિવાદ સર્જાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિવાદ વિશે ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલાએ નિવેદન આપ્યું હતું કે ડેપ્યુટી મેયરે જવાબદાર વ્યક્તિ તરીકે કાર્યક્રમમાં સમુહમાં હાજરી આપી હોઇ અને જો ગુનો બનતો હોઇ તો એફઆઇઆર થવી જોઇએ. હું પણ આ પ્રકારનું કૃત્ય કરૂ તો મારા વિરૂદ્ધ પણ એફઆઇઆર થવી જોઇએ, એમાં કોઇ બેમત નથી. આ અંગે નિરવ શાહને ઠપકો આપી ખુલાસો માંગવામાં આવશે. 


શહેરના ડેપ્યુટી મેયર સહિતાએ લોકડાઉન હોવા છતા જૈન આચાર્યના દર્શન મોટી સંખ્યામાં દર્શન કર્યા હોવાનો વીડિયો સોશિયલ વાઈરલ થયો છે જેના પગલે વિવાદ ઉભો થયો છે. આ મામલામાં નીરવ શાહે પોતાનો બચાવ રજૂ કરતા કહ્યું હતું કે ભુખ્યા રહેતા પશુ- પક્ષીઓને ખોરાક પુરો પાડવા સંપ્રતિ જીવમૈત્રી સેવાયજ્ઞ શરૂ કરવામા આવ્યો છે જેથી જૈન આચાર્યના દર્શન સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવામાં આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube