અમદાવાદના હિમાલયા મોલમાં આગની ઘટના; લોકોમાં નાસભાગ, ફાયરની 6 ગાડી ઘટના સ્થળે...
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં આગની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે મોલમાં રહેલા લોકો વચ્ચે દોડધામ મચી ગઈ છે. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: શહેરના હાર્દસમા હિમાલયા મોલમાં આગની ઘટના બની છે. હિમાલયા મોલના બીજા માળે આગ લાગી છે. એ.સીના કોમ્પ્રેશરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. ત્યારે ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, તેમજ આગને કાબુમાં લેવાના પ્રયાસ થઇ રહ્યાં છે. હાલ જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં આગની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે મોલમાં રહેલા લોકો વચ્ચે દોડધામ મચી ગઈ છે. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની છ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
છેલ્લે મળતી માહિતી પ્રમાણે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે અને AC કમ્પ્રેસરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. કોઈને ઇજા કે જાનહાની થઈ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે