ભીડ ભેગી કરવાની ઘટનામાં સિંગર કિંજલ દવે અને MLA શશીકાંત પંડ્યા સામે થઈ ફરિયાદ
ડેડોલના ગ્રામજનોએ બંનેનું ઘોડા પર બેસાડી સ્વાગત કર્યું હતું. રોડના ખાત મુહૂર્તમાં ધારાસભ્ય સાથે આવેલી કિંજલને જોવા જનમેદની ઉમટી પડી હતી. કિંજલ દવેને જોવા આવેલા લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા
હિતલ પારેખ/અલ્કેશ રાવ/બનાસકાંઠા :તાજેતરમાં ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં રોડના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા સાથે ગુજરાતી કલાકાર કિંજલ દવે (Kinjal Dave) ઉપસ્થિત રહી હતી. ડેડોલના ગ્રામજનોએ બંનેનું ઘોડા પર બેસાડી સ્વાગત કર્યું હતું. રોડના ખાત મુહૂર્તમાં ધારાસભ્ય સાથે આવેલી કિંજલને જોવા જનમેદની ઉમટી પડી હતી. કિંજલ દવેને જોવા આવેલા લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. સાથે જ કોરોનાનો ડર પણ ભૂલ્યા હતા. કોરોનાકાળમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતા લોકો દ્વારા આ ઘટનાને વખોડવામાં આવી હતી. ત્યારે ડીસાના ડેડાલ ગામે ગાયક કિંજલ દવે અને ધારાસભ્ય શશીકાંત પંડ્યા (shashikant pandya) દ્વારા ભીડ ભેગી કરી ઘોડે ચઢવાનો મામલામાં બંને વિરુદ્ધ ગુજરાત માનવ અધિકાર આયોગમાં ફરિયાદ નોંધાઈ છે.