પોરબંદર: કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હોટેલ કાવેરીના માલિક લીલા ઓડેદરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. કાંધલ જાડેજા સહિત 10થી વધુ લોકો સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાનથી મારી નાખવાની ફરિયાદ 
પોરબંદરમાં માથાભારે ગણાતા કાંધલ જાડેજા અનેક વાર વિવાદોમાં આવી ચૂક્યા છે. અને હવે આ વખતે તેના પર ફરિયાદ કરવામાં આવી છે, કે કાંધલે હોટલમાં તોડફોડ કરીને હોટલના માલિકને જામનથી મારી નાખવાની ધમકી આપી છે.


વધુ વાંચો...2019 પહેલા બદલાશે અમદાવાદનું નામ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા સંકેત


આગાઉ પણ કાંધલ સામે નોધાઇ હતી ફરિયાદ 
અગાઉ પણ કાંધલ જાડેજા અનેક વાર ચર્ચાઓમાં આવી ચૂક્યો છે.રાણવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામત ગોગન પોલીસ સ્ટેશનમાં જઈ માર મારતા સનસનાટી ફેલાઈ ગઈ છે. કાંધલ જાડેજાના ભાઈ કરણ અને કાના જાડેજાએ માર માર્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ થયો હતો. જેથી પોલીસે કુતિયાણાના ધારાસભ્ય કાઁધલ જાડેજા સહિતના લોકો સામે પોલીસે ફરિયાદ નોંધીને કાંધલ જાડેજા સહિત 5 લોકોની અટકાયત કરી હતી. અને તમામને રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે લવવામાં આવ્યા છે.