પ્રેમલ ત્રિવેદી, પાટણ: લોકપ્રિય લોક ગાયક કિર્તીદાન ગઢવી વિરુદ્ધ પાટણ પોલીસમાં લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનો મામલો બહાર આવ્યો  છે. ભવાઈ સાથે જોડાયેલા નાયક ભોજક સમાજની લાગણી દુભાય તેવો વાણી વિલાસ ડાયરામાં કરતા હોવાનો તેમના પર આરોપ લાગ્યો છે. સમાજ વતી ચેતન નાયક નામના યુવકે પાટણ બી ડિવિઝનમાં લેખિત અરજી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: 3 વર્ષના ભત્રીજાને બળજબરીપૂર્વક ઉંચકીને કાકાએ પાણીની ટાંકીમાં ડૂબોડી દીધો, CCTV ફૂટેજથી પકડાયો


મળતી માહિતી મુજબ કિર્તીદાન ગઢવીએ ડાયરામાં નાયક ભોજક સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. પાટણના નાયક સમાજના આગેવાન દ્વારા આ અંગે પોલીસમાં ફરિયાદ પેટે અરજી દાખલ કરવામાં આવી. તથા આ અંગે યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરવા કહેવામાં આવ્યું. 


વધુ વિગતો માટે જુઓ VIDEO...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube