VIDEO: 3 વર્ષના ભત્રીજાને બળજબરીપૂર્વક ઉંચકીને કાકાએ પાણીની ટાંકીમાં ડૂબોડી દીધો, CCTV ફૂટેજથી પકડાયો

હાલોલ (Halol) માં એક સગા કાકાએ પોતાના ત્રણ વર્ષના માસૂમ ભત્રીજાની ખુબ જ નજીવા કારણસર પાણીની ટાંકીમાં ડૂબાડીને હત્યા (Murder) નિપજવવાનો બનાવ સામે આવતા ચકચાર મચી  છે. માસૂમને બળજબરી પૂર્વક ઉચકીને લઈ જતો હેવાન કાકો સીસીટીવી (CCTV) માં કેદ થઈ ગયો જેના કારણે આ સમગ્ર ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો. હાલોલ જીઆઈડીસીની સિદ્ધિ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં આ ઘટના ઘટી. 

Updated By: Jan 3, 2020, 11:49 AM IST
VIDEO: 3 વર્ષના ભત્રીજાને બળજબરીપૂર્વક ઉંચકીને કાકાએ પાણીની ટાંકીમાં ડૂબોડી દીધો, CCTV ફૂટેજથી પકડાયો

જયેન્દ્ર ભોઈ, પંચમહાલ: હાલોલ (Halol) માં એક સગા કાકાએ પોતાના ત્રણ વર્ષના માસૂમ ભત્રીજાની ખુબ જ નજીવા કારણસર પાણીની ટાંકીમાં ડૂબાડીને હત્યા (Murder) નિપજવવાનો બનાવ સામે આવતા ચકચાર મચી  છે. માસૂમને બળજબરી પૂર્વક ઉચકીને લઈ જતો હેવાન કાકો સીસીટીવી (CCTV) માં કેદ થઈ ગયો જેના કારણે આ સમગ્ર ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો. હાલોલ જીઆઈડીસીની સિદ્ધિ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં આ ઘટના ઘટી. 

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો આજથી પ્રારંભ, સરદાર પટેલની 50 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

મળતી માહિતી મુજબ હાલોલ જીઆઈડીસી (Halol GIDC) માં આવેલી એક કંપનીમાં પરિવાર રહેતો હતો. પિતા પુત્ર તથા માતા સાથે પિતાનો ભાઈ પણ રહેતો હતો. પરમ દિવસની રાતની આ ઘટના છે. કાકાએ તેના જ ભત્રીજાને પાણીની ટાંકીમાં ફેંકી દઈને તેની હત્યા કરી નાખી. કારણ જાણીને તો  કોઈને પણ ધ્રુજારી છૂટી જાય. વાત જાણે એમ હતી કે ટેપરેકોર્ડર પર જે સોંગ વાગી રહ્યાં હતાં તેને લઈને બાળકની માતાએ તેના કાકાને ઠપકો આપ્યો હતો. આ વાત આગળ વધી અને બાળકના કાકાને ગુસ્સો આવી જતા તેણે બાળકને ઉઠાવીને પાણીની ટાંકીમાં નાખી દેતા તેનું મોત નિપજ્યું. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

હત્યારો કાકો બાળકને ઉઠાવીને ગઈ જતો હતો ત્યારનું સીસીટીવી ફૂટેજ બહાર આવતા આ સમગ્ર ઘટના પરથી પડદો ઉઠ્યો હતો. હાલ તો હાલોલ પોલીસે હત્યારા કાકાની અટકાયત કરીને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube