જૂનાગઢ : મુળ જૂનાગઢનો વતની અને સ્ટેન્ડઅપ કોમેડિયન ફારૂકી મૂંનવર દ્વારા એક શોમાં હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો હતો. જેમાં કોમેડિયન ફારૂકીએ માતા સીતાજી માટે અપશબ્દો ઉચ્ચારી હિન્દૂ ધર્મની લાગભી દુભાઈ છે. જેને લઈ સામાજિક કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાની સહિત લોકો સાયબર ક્રાઇમ બ્રાંચમાં કોમેડિયનને ફારૂકી સામે કડક કાર્યવાહી માંગ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Women's Day Special: ગુજરાતી ફિલ્મોની આ અભિનેત્રીઓ વસી દરેકના દિલમાં, અભિનયની રહી આગવી શૈલી


જેના કારણે મધ્યપ્રદેશમાં પણ તેની સામે ફરિયાદ દાખલ થઇ ચુકી છે. મધ્યપ્રદેશ પોલીસ દ્વારા પણ તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સ્ટેન્ડઅપ કોમેડિયન ફારૂકી મૂંનવર વિરુદ્ધ ગુજરાતમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોમેડિયનને ફારૂકી મુનાવર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. જેના કારણે પણ ભાજપના કાર્યકર્તાઓમાં પણ તેની વિરુદ્ધ ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. 


Ahmedabad : નાણા બમણા કરી આપવાની લાલચે આખા ગુજરાતને છેતરનાર MP ની ગેંગનો પર્દાફાશ


હાલ તો કોમેડિયન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે જે પ્રકારે તેણે જે પ્રકારની અભદ્ર ટીપ્પણી સીતા માતા વિરુદ્ધ કરી તે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ખુબ જ શરમજનક છે. જે અંગે અમે આજે ફરિયાદ કરી છે. આ વ્યક્તિની માનસિકતા વિરુદ્ધ પણ પ્રદર્શન કર્યું છે. આ વ્યક્તિની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ. તેવી અમારી માંગ છે. જે ન માત્ર સ્ત્રી પરંતુ હિન્દુ ધર્મની એક પવિત્ર સ્ત્રીનું અપમાન કરી રહ્યો છે. તે ખુબ જ શરમજનક બાબત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube