Ahmedabad : નાણા બમણા કરી આપવાની લાલચે આખા ગુજરાતને છેતરનાર MP ની ગેંગનો પર્દાફાશ
ઓનલાઇન (Online) ઠગાઇ (Cheating)ના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ક્રાઇમ (Cyber Crime)ની 1859 ફરિયાદ નોંધાઇ છે. જેમાં અમદાવાદમાં જ 920 ગુનાઓ નોંધાયા છે. ત્યારે બેરોજગાર બનેલા યુવકો લોકોને ઘટવા અનવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. લોકડાઉન (Lockdown) બાદ આવેલી મહામંદીના કારણે સમગ્ર દેશમાંથી અનેક લોકોનાં જીવ પણ ગયા હતા. ત્યાર બાદ લોકોની નોકરીઓ પણ ગઇ હતી. જેના કારણે આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા લોકો ઓનલાઇન (Online) કમાણીના નામે છેતરપિંડી પણ શરૂ થઇ ગઇ હતી.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : ઓનલાઇન (Online) ઠગાઇ (Cheating)ના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ક્રાઇમ (Cyber Crime)ની 1859 ફરિયાદ નોંધાઇ છે. જેમાં અમદાવાદમાં જ 920 ગુનાઓ નોંધાયા છે. ત્યારે બેરોજગાર બનેલા યુવકો લોકોને ઘટવા અનવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. લોકડાઉન (Lockdown) બાદ આવેલી મહામંદીના કારણે સમગ્ર દેશમાંથી અનેક લોકોનાં જીવ પણ ગયા હતા. ત્યાર બાદ લોકોની નોકરીઓ પણ ગઇ હતી. જેના કારણે આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા લોકો ઓનલાઇન (Online) કમાણીના નામે છેતરપિંડી પણ શરૂ થઇ ગઇ હતી.
મધ્યપ્રદેશનાં 30 થી વધારે યુવાનો દ્વારા સ્ટોક માર્કેટ (Stock market)માં રોકાણ કરવાનાં બહાને અનેક લોકોને છેતર્યા હતા. આ વાતની માહિતી મળતા જ અમદાવાદ સાયબર ક્રાઇમ (Cyber Crime)ે વોચ ગોઠવીને આ રેકેટના મુળ સુદી પહોંચવા પ્રયાસ કર્યો હતો. જેમાં એક બે નહી પણ 31 આરોપીઓ ઝડપી લીધા હતા. ગુજરાતના સ્ટોક માર્કેટ (Stock market)માં ઇનવેસ્ટ કરનારા અનેક લોકોને તાજેતરમાં મહેતા ઇક્વિટી કંપનીનાં નામથી ફોન આવતા હતા. આ ફોન કરનારા લોકો શેરબજારમાં ટીપ્સ આપે છે. જેના કારણે તમારી મુડી ગણત્રીના દિવસોમાં બમણી થઇ જશે. તેવી લાલચ આપીને અનેક લોકોનાં નાણા (Finance) પડાવી લીધા હતા.
આ ટોળકીએ ગુજરાતીઓને ટાર્ગેટ કરવાની શરૂઆત કરી હતી. પોલીસે આ ટોળકીના 31 આરોપીઓને ઝડપી લીધા હતા. તેની સાથે 100થી વધારે ફોન અને લેપટોપ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે