અમદાવાદ : યુ.એન.મહેતા હોસ્પિટલની મુલાકાતે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી નારાજ થયા હતા. યુ.એન.મહેતા હોસ્પિટલના અણછાજતા વહીવટની દર્દીઓએ ફરિયાદો કરી હતી. ઓપરેશન માટે અનેક દિવસો બાદની તારીખો અપાતા દર્દીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. PMJAY કાર્ડ હોવા છતાં સારવારમાં દર્દીઓને સમસ્યા થતી હોવાની ફરિયાળથી કેન્દ્રીય મંત્રી માંડવીયા નારાજ થયા હતા. સરકારી કાર્ડધારકોને તારીખો અપાતી હોવાની અને ઓળખાણ ધરાવતા વ્યક્તિઓને જ સારવાર મળતી હોવાની કરાઈ ફરિયાદ ઉઠી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોશિંગ મશીન, ઇલેક્ટ્રીક સગડી અને ઘરવખરીની વસ્તું આપવાનું કહી બે યુવકોએ મહિલા સાથે...


યુ.એન. મહેતાના રેઢિયાળ વહીવટથી પરેશાન થયેલા દર્દીઓએ પોતાની વ્યથા ઠાલવી હતી. મનસુખ માંડવીયાએ યુ.એન. મહેતા હોસ્પિટલના સત્તાધીશોની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કિડની હોસ્પિટલ પહોંચ્યા હતા. કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડોકટર વિનીત મિશ્રા સાથે હોસ્પિટલમાં ચાલતી યોજના વિશે લીધી જાણકારી મેળવી હતી. PMJAY કાર્ડ બનાવવા અંગે હોસ્પિટલ દ્વારા કરાતી કાર્યવાહી અંગે કેન્દ્રીય મંત્રીએ માહિતી મેળવી હતી. 


GUJARAT CORONA UPDATE: કોરોનાના વધતા કેસો લોકો માટે ખતરાની ઘંટી, જાણો આજે કેટલા આવ્યા કેસ


અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ અને ખાસ કરીને યુ.એન મહેના હોસ્પિટલનાં  રેઢિયાળ વહીવટની ફરિયાદ અવાર નવાર આવતી રહે છે. તેવામાં મહત્વનું છે કે, દરેક નાગરિકને એક જ સેવી સગવડ મળી રહે તે ખુબ જ જરૂરી બન્યું છે. તેવામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ મુલાકાત લઇને સમગ્ર મુદ્દો જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેમને ખામી જણાતા તેમણે સંબંધિત સ્ટાફની આકરી ઝાટકણી કાઢી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube