2 જૈન મહારાજો સાથે દુષ્કર્મની ફરિયાદ: જૈન સમાજ પીડિત મહિલાના સમર્થનમાં આવ્યો
મંગળવારે સાબરકાંઠાના ઇડરના પ્રખ્યાત પાવાપુરી જલ મંદિરમાં 20 વર્ષથી રહેતા બે જૈનાચાર્ય સામે વ્યાભિચારની ફરિયાદ દાખલ કરી હતી. જો કે વીડિયોમાં દેખાતી પરણિતાને ધાકધમકી આપીને ટ્ર્ટીઓ દ્વારા વીડિયો ઉતરાવ્યો હોવાના આરોપ સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે આજે ઇડરમાં નાયબ કલેક્ટર અને DY.SP તથા PI ને રજુઆત કરવા માટે જૈન સમાજના લોકો પહોંચ્યા હતા. બંન્ને જૈનાચાર્યો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
હિંમતનગર : મંગળવારે સાબરકાંઠાના ઇડરના પ્રખ્યાત પાવાપુરી જલ મંદિરમાં 20 વર્ષથી રહેતા બે જૈનાચાર્ય સામે વ્યાભિચારની ફરિયાદ દાખલ કરી હતી. જો કે વીડિયોમાં દેખાતી પરણિતાને ધાકધમકી આપીને ટ્ર્ટીઓ દ્વારા વીડિયો ઉતરાવ્યો હોવાના આરોપ સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે આજે ઇડરમાં નાયબ કલેક્ટર અને DY.SP તથા PI ને રજુઆત કરવા માટે જૈન સમાજના લોકો પહોંચ્યા હતા. બંન્ને જૈનાચાર્યો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
કથિત હાઇ સિક્યોરિટી જેલમાં કેદીએ આપઘાત કરતા ચકચાર, જેલતંત્ર સામે ઉઠી રહ્યા છે સવાલ
જૈન મહારાજ સામે અને ફરિયાદીઓનાં સમર્થનમાં જૈન સમાજની મહિલાઓ, અગ્રણીઓ રસ્તા પર ઉતર્યા છે. બંન્ને જૈન મહારાજો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ઇડર પ્રાંત કચેરી ખાતે તેમજ ઇડર DYSP અને ઇડર PI ને આવેદન આપ્યા હતા. આવેદન ઉપરાંત ત્રણેક જગ્યાએ મૌખીક રીતે મહિલાઓ અને જૈન અગ્રણીઓએ બંન્ને જૈન મહારાજ સામે કાર્યવાહીની માંગ કરી હતી.
અમદાવાદ: વેપારીઓ પાસેથી ખંડણી માંગનારા 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા
અખબારો અને માધ્યમો છેલ્લા એક અઠવાડીયાથી પાવાપુરી જલમંદિરનાં મહારાજો મહિલાઓ સાથે તેમની સંમતી કે અસંમતીથી તદ્દન નૈતિકમુલ્યો વિરુદ્ધ વર્તન કર્યાના સમાચારો આવી રહ્યા છે. આને કારણે જૈન ધર્મ અને હિન્દુ પરંપરાને ઠેસ પહોંચાડે છે. અમારી આસ્થાને આને કારણે આઘાત પહોંચી રહી છે.
શાળા એક વ્યવસાય છે તેને ધંધો ન બનાવો, સરકાર ફી મુદ્દે વચગાળાનો રસ્તો કાઢે: હાઇકોર્ટ
પીડિતાએ ફેરવી તોળ્યું
જલમંદિરનાં જૈન મહારાજો દ્વારા પરિણીતાની સાથેનો કથિત વીડિયો સામે આવ્યા બાદ પીડિતાએ ઇડર પોલીસને ગઇકાલે નિવેદન આપ્યું કે, ફરિયાદીએ તેને મોબાઇલ આપીને જૈન મહારાજોને વ્યાભિચાર રેકોર્ડ કરવાની ગોઠવણ કરી આપી હતી. ફરિયાદીઓ દ્વારા તેને ધાકધમકી આપવામાં આવી હતી. જ્યાં સુધી મોબાઇલ વીડિયો ક્લિપ ન અપાય ત્યા સુધી બાળકોને તેમની પાસે રખાયા હતા.