અમદાવાદ : ગઇ કાલે 18 ફેબ્રુઆરીના દિવસે ધોરણ 10 અને 12 ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર યુ ટ્યુબ પર લીક થયું હતું. આ મુદ્દે ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીએ સાયબર ક્રાઇમ ફરિયાદ દાખલ કરાવી છે. સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ એનાલિસિસ કરીને આ મુદ્દે વધારે તપાસ આદરી છે. ધોરણ 10 અને 12 ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર લીક થયું હતું. પેપર લેવાયાના બે જ દિવસ પહેલા સોશિયલ મીડિયા યુ ટ્યુબ પર આ પેપર લીક થઇ ગયું હતું. જેમાં યુટ્યૂબ સંપુર્ણ પેપર સોલ્વ કરીને વીડિયો અપલોડ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું એક નેતાને આવી હરકત શોભે? રાકેશ હીરપરાનો કુટાળીયા કાઢતો વીડિયો વાયરલ


નવનીત પ્રકાશનમાં આ પ્રીલિમિનરી પરીક્ષાના પેપર છપાય છે જેથી નવનીત પ્રકાશન દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. ત્યાર બાદ યુટ્યુબરે ચેનલ ડિલિટ કરીને વીડિયો પણ યુ ટ્યુબ પરથી હટાવી દીધો હતો. શાળા વિકાસ સંકુલ હેઠળ યોજાતી પરીક્ષાનું પેપર લીક થતા ભારે ચકચાર મચી છે. શાળા કક્ષાએથી પરીક્ષા લેવાતી હોવાથી આ પેપર લીકની અસરત મોટા ભાગની શાળાઓને થઇ શકે છે. આ અંગે હિતેન્દ્રસિંહ પઢીયાર (DEO ) ફરિયાદ દાખલ કરાવી છે. 


પાકિસ્તાનની પુંછડી વાંકી તે વાંકી જ ! 30 માછીમારો સહિત 5 ભારતીય બોટોનું અપહરણ


અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ તો પોલીસ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત નવનીત પબ્લીકેશન હાઉસમાંથી કઇ રીતે પેપર ફૂટી શકે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે. યુ ટ્યુબરને પણ પોલીસ દ્વારા ટુંક જ સમયમાં પુછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. હાલ તો આ સમગ્ર મુદ્દે તપાસ ચાલી રહી છે. વાલીમંડળ દ્વારા પણ આ સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ રહી છે. રોજે રોજ પેપર લીકથી નાગરિકો કંટાળી ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube