જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: વધતા જતા જમીન પચાવી પાડવાના કીસ્સાઓ જમીન માલિકો માટે માથાનો દુખાવો બન્યા છે. ત્યારે રાજ્ય સરકાર (Gujarat Government) નો લેન્ડ ગ્રેબીંગ એક્ટ (Land Grabbing Ac) જમીન માલીકો માટે આશાનું કિરણ સાબિત થયો છે. જોકે તેમ છતાંય જમીન માફીયાઓ હજી પોતાની ભુમાફીયાગીરી કરવાનું બંધ કરી રહ્યા નથી. ત્યારે આણંદના ગ્રામ્ય વિસ્તારમાં વધુ એક વખત આ જ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ (Anand) જીલ્લાના હાઇવે નજીક આવેલા વઘાસી ગામની સીમમાં આવેલા સર્વે નંબર ૪૧૬ /૨ વાળી ૭૪.૮૭ ગુંઠા જમીન, જે સુવાસબેન પટેલે વર્ષ ૨૦૧૦ માં ખેતીલાયક આ જમીન ખરીદી નથી. ત્યારે જમીનની ખરીદી બાદ કબજો મેળવી આ જમીનમાં ખેતી કરી ઉપજ પણ મેળવતા હતા. પરંતુ પાણીના પ્રશ્નો થતા કેટલાક વર્ષોથી ખેતી પણ બંધ કરી જમીનને ફરતે ફેન્સિંગ કરી દીધી હતી. 

અનોખો છે પ્રેમ છે યોગેશભાઇ અને કુકી વચ્ચે, ૧૯ વર્ષીય શ્વાનનું સફળ ઓપરેશન


જમીન માલીકને અવાર નવાર વિદેશ (Abroad) પણ જવાનું થતુ હોય હતું, ત્યારે વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન તેઓ પરિવાર સાથે વિદેશ (Abroad) ગયા હતા. ત્યારે તેમની બાજુમાં આવેલી સર્વે નંબર ૪૦૦ વાળી જમીન પર રહેતા નવઘણ ભરવાડ અને મેલા ભરવાડ જમીન માલીકની ગેરહાજરીનો લાભ લઇ જમીનમાં કરેલી તારની ફેન્સિંગ તોડી પોતાના ઢોર-ઢાંખર બાંધી, જેસીબી અને ટ્રેક્ટર જેવા વાહનો પણ પાર્ક કરી દીધા હતા.


ત્યારે આ સમગ્ર બાબતની જાણ થતાં જમીન માલિક સુવાસ બહેનના દીકરા વ્રજેશ પટેલે ગેરકાયદેસર કબજો કરનાર નવઘણ અને મેલા ભરવાડ (Bharwad) ને વાત કરતા તેમણે કહ્યું કે હવેથી આ જમીન પર કબજો અમારો છે અને હવેથી આ જમીન અમારી છે. હવેથી આ જમીન પર આવતા નહી અને સાથે તેમણે ધમકી આપતા કહ્યું હતું કે હવે આવશો તો જીવતા નહી છોડીએ. 

GRD યુવતી પર દુષ્કર્મ આચરનાર GRD જવાનની ધરપકડ, યુવતી પોલીસ મથકની અગાશી પરથી પટકાઇ


સમગ્ર ઘટના બાદ સુવાસ પટેલના એનઆરઆઇ પતિ જયેશ પટેલે (Jayesh Patel) સમગ્ર બાબતમાં વકીલની સલાહ લેતા તેમણે ઘટનાની બાબતે કલેક્ટરે કચેરીએ લેન્ડ ગ્રેબીંગની અરજી કરવા કહ્યું હતું. ત્યારે જયેશ પટેલે પણ કલેક્ટરમાં પણ સમગ્ર પુરાવા સાથે અરજી કરી હતી અને તે અરજીના આધારે કલેક્ટર કચેરીએથી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરીયાદ કરવાનો હુકમ કરાતા ફરીયાદ દાખલ કરાઇ હતી. 


ફરીયાદને અનુસંધાને આણંદ (Anand) ડીવાયએસપી (Dysp) બી ડી જાડેજા પોતાની ટીમ સાથે વઘાસી ખાતે આવેલ ફરિયાદીની જમીન ખાતે પંચનામુ કરવા પહોંચ્યા હતા. ત્યારે આ ઘટનાને લઇને ફરીયાદી જયેશ પટેલે આ એક્ટને લઇને રાજ્ય સરકારનો આભાર માનતા તેમને ન્યાય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube